જુતા ખાનાર નેતા જંગ જીત્યા !

P.R
આ ચૂંટણી પ્રચારમાં નેતાઓ ઉપર જુતા ફેંકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, જે જે નેતાઓ સામે જુતા ફેંકાયા હતા એ તમામ વિજયી બન્યા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉદ્યોગપતિ નવિન જિન્દાલ તથા પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સહિત તમામનો ચૂંટણી જંગમાં વિજય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ તમામ નેતાઓ સામે ચૂંટણી સભા કે રેલી દરમિયાન જુતા, ફેંકાયા હતા.

નવી દિલ્હી| ભાષા|
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા સામે ગત મહિને હાસનમાં એક ચૂંટણી સભા દરમિયાન ચંપલ ફેંકવામાં આવ્યું હતું. જેમના પુત્ર બી વાઇ રાઘવેન્દ્રની જીત થઇ છે.


આ પણ વાંચો :