ધીમીગતિથી મતદાન શરૂ

નવી દિલ્હી| ભાષા|

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 124 બેઠકો માટે આજે સવારથી 17 રાજ્યોમાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કાનું મતદાન રાજદના લાલુ પ્રસાદ યાદવ, ભાજપના મુરલી મનોહર જોશી તથા યશવંતસિંહા, ટીઆરએસ પ્રમુખના ચંદ્રેશખર રાવના ભાવીનો ફેંસલો કરશે.

પ્રથમ ચરણમાં 15 રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 124 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. કેટલાક નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં મતદાન બપોરે ત્રણ વાગ્યે જ પુરૂ થઇ જશે.ચૂંટણીપંચે આજે મતદાન માટે 85 લાખ મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે જ્યાં 14.31 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે લાખો જવાનો તૈનાત કરવામા આવ્યા છે.
કેરલની 20, છત્તીસગઢની 11 તથા મેઘાલયની બે બેઠકો ઉપર આજે પ્રથમ ચરણમાં જ ચૂંટણી સંપન્ન થઇ જશે. બિહારની 40 પૈકી 13, ઉત્તરપ્રદેશની 80 પૈકી 16, મહારાષ્ટ્રની 48 પૈકી 13, આંધ્રપ્રદેશની 42 પૈકી 22, ઝારખંડની 14 પૈકી 6, ઓરિસ્સાની 21 પૈકી 10, આસામની 14 પૈકી 3, અરૂણાચલ પ્રદેશની કુલ બે મણીપુરની બે પૈકી એક તથા જમ્મુ કાશ્મીરની 6 પૈકી એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશ તથા ઓરિસ્સા વિધાનસભાની અનુક્રમે 154 તથા 70 બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યું છે.


આ પણ વાંચો :