ફિલ્મી એક્ટરો, ઇન-આઉટ !

IFM
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં કેટલાક ફિલ્મી એક્ટરો ખોવાઇ ગયા હતા તો કેટલાક નજીવા તફાવતથી પોતાની બેઠક બચાવી શક્યા હતા.

ભાજપી નેતા અને શોટગનના નામથી જાણીતા શત્રુધ્નસિંહાએ બિહારના પટના સાહિબ બેઠક પરથી પોતાના નજીકના ઉમેદવાર રાજદના વિજયકુમારને 1.66 લાખથી વધુ મતોથી હાર આપી હતી,

ફિલ્મી એક્ટરો અને નેતાઓની ખેંચવામાં માહેર એવા કોંગ્રેસ ઉમેદવાર શેખર સુમનને હારનો સામનો કરવો પડ્યો હતો. તે ત્રીજા સ્થાન પર રહ્યો હતો. રાજ્યના પશ્વિમી ચંપારણ બેઠકથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર અને નિર્માતા નિર્દેશક પ્રકાશ ઝાને પણ હાર જોવી પડી હતી. તેમને ભાજપના ઉમેદવાર ડો. સંજય જયસ્વાલે 47,343 મતોથી હાર આપી હતી.

નવી દિલ્હી| ભાષા| Last Modified રવિવાર, 17 મે 2009 (15:09 IST)
ઉત્તર પ્રદેશમાં અમર આજમા વિવાદમાં અટવાયેલ અભિનેત્રી જયાપ્રદાએ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડતાં કોંગ્રેસના બેગમ નૂર બાનોને હાર આપી હતી. રાજ્યની લખનૌ બેઠકથી સપા ઉમેદવાર અને અભિનેત્રી નફિસા અલીની હાર થઇ હતી. આ બેઠક પર ભાજપના લાલજી ટંડને કોંગ્રેસની રીતા બહુગુણા જોશીને 40 હજારથી વધુ મતોથી હાર આપી હતી.


આ પણ વાંચો :