બંગાળમાં લંઠ્ઠાકાંડઃ 22નાં મોત

ભાષા| Last Modified મંગળવાર, 5 મે 2009 (14:55 IST)

ઝેરી દારૂ પીવાથી પશ્વિમ બંગાળના પૂર્વ મીદનાપુર જીલ્લામાં 22 લોકોનાં થયા છે. જ્યારે 30થી વધુ લોકોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મિદનાપુર બેઠક માટે ગુરૂવારે મતદાન થવાનું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચુંટણી પ્રચાર દરમિયાન સોમવારે રાજકીય પક્ષોએ મતદાતાઓને દારૂની બોટલો વહેંચી હતી. પણ દારૂ ઝેરી હોવાથી, તે પીવાથી જીલ્લાનાં માતંગિની બ્લોકનાં રામતડકબાર ગામમાં 70 થી પણ વધારે લોકો બીમાર પડી ગયા હતા.

બિમાર એવા તમામને તમલુક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં 35 લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને સારવાર અર્થે કોલકાતા ખસેડવામાં આવ્યા હતા. કોલકાતા લઈ જતા અધવચ્ચે જ 8 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકોના મોત ઘટનાસ્થળન પર તથા તમલુક હોસ્પિટલમાં થતા હતા. જો કે તંત્રએ ફક્ત 8 લોકો જ મૃત્યું પામ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.
બીજી બાજુ રાજકીય પક્ષોનું કહેવું છે કે તેમનું મોત કોઈ સામાજિક પ્રસંગે દારૂ પીવાથી થયું છે. પણ હોસ્પિયલમાં નેતાઓ અને બિમાર ગ્રામીણોના પરિજનો વચ્ચે થયેલી બોલાચાલીથી એ બાબતનો ખુલાસો થયો હતો કે દારૂ રાજનૈતિક દળો દ્વારા જ વહેંચવામાં આવ્યો હતો. નેતાઓ પોતાના પક્ષનું નામ ગુપ્ત રાખવામાં સફળ રહ્યા હતા.

કેસની જાણકારી મળતાની સાથે જ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દેવાશીષ સેને આબકારી વિભાગને 24 કલાકની અંદર વિસ્તૃત અહેવાલ આપવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના, નદિયા, હાવડા, મેદિનીપુર, વર્ધમાન, વીરભૂમ અને હુગલી સીટો માટે 7 મે એ મતદાન થવાનુ છે.


આ પણ વાંચો :