બિહારને સ્પેશિયલ દરજ્જો આપો - નિતિશ

P.R
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાના આ જંગમાં બિહારને સ્પેશિયલ દરજ્જો આપવાની એક નવી શરત મુકી સૌને ચોંકાવી દીધા છે.

આ ચૂંટણીમાં સૌ કોઇ જાણે છે કે, કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળવાની નથી. સાથી પક્ષો સાથે ગઠબંધન કર્યા સિવાય છુટકાં નથી. આ તકનો લાભ લેવા દરેક નાના મોટા પક્ષો તલપાપડ બન્યા છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સૌ પ્રથમ આગળ આવ્યા છે.

નવી દિલ્હી| વેબ દુનિયા|
કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પોતાનો ટેકો આપવાના બદલામાં તેમણે બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. જોકે આ માંગને પગલે ભાજપની મુશ્કેલીઓ વધતી જણાય છે તો બીજી બાજુ કોંગ્રેસ માટે નીતિશ કુમાર પાસે આવવાનો રસ્તો સાફ થઇ રહ્યો છે.


આ પણ વાંચો :