મતદાન કેન્દ્રથી રાયફલો લૂંટી

ગયા| ભાષા|

બિહારના નક્સલ પ્રભાવિત ગયા જિલ્લામાં બાંકાબાજાર મથક વિસ્તારના સિંહપુર ગામમાં એક મતદાન મથક ઉપર આજે સવારે નકસલીઓએ હુમલો કરી ત્યાં તૈનાત એક હોમગાર્ડ જવાન તથા જિલ્લા સૈન્ય બળના એક જવાનની ગોળી મારી હત્યા કરી હતી તથા પોલીસની રાયફલો લૂંટી લીધી હતી.

ગયાના જિલ્લા પોલીસ અધિકારી સંજયકુમાર સિંગે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ બુથ ઉપર તૈનાત જવાનો તથા મતદાન કર્મીઓ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નકસલીઓએ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું અને લોકોને પણ દુર કરવા કહ્યું હતું. આને લઇને અત્યર સુધી તેમણે કેટલીય શાળાઓ, મોબાઇલ ટાવરો તથા ઉમેદવારોના વાહનો, પોલીસ શિબિરો સહિતને નિશાન બનાવ્યા હતા.
બિહારના રોહતાસ જિલ્લાના રોહતાસગઢ કિલ્લામાં ધંસા ઘાટી નજીક કાલે સવારે પ્રતિબંધિત સંગઠન ભાકપા માઓવાદીના સશસ્ત્ર ટુકડીએ સીમા સુરક્ષા બળ બીએસએફની એક શિબિર ઉપર હુમલો કર્યો હતો જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ અથડામણમાં પોલીસે પણ 12 નક્સલીઓને ઠાર કર્યા હતા.


આ પણ વાંચો :