મતદાન કેન્દ્ર ઉપર નકસલી હુમલો

રાયપુર| ભાષા|

છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના બે મતદાન કેન્દ્રો પર નક્સલીએ હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસ કર્મીઓ અને સુરક્ષા જવાનોએ સામે પ્રતિક્રિયા આપતાં બંને પક્ષે સામસામે ગોળીબારી શરૂ થઇ હતી.

દંતેવાડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, દંતેવાડા વિધાનસભા વિસ્તારમાં નક્સલીઓએ આજે મારોકી અને મંગનાર ઉપર હુમલો કર્યો હતો. જેનો જવાબ અહીં તૈનાત સુરક્ષાબળોએ આપ્યો હતો.
શર્માએ જણાવ્યું કે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મતદાન કેન્દ્રમાં નક્સલી થોડા થોડા અંતરે ગોળીબારી કરી રહ્યા છે તથા પોલીસ જવાનો પણ તેના જવાબમાં કાર્યવાહી કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના આ પહેલા તબક્કામાં રાજ્યમાં આજે સવારે સાત વાગ્યાથી તમામ 11 લોકસભા વિસ્તારોમાં મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યમાં માઓવાદીએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી તથા જનતાને મતદાન ના કરવા અપીલ કરી હતી.


આ પણ વાંચો :