માયાને ઝપ્પી આપતો રહીશ-સંજુ

લખનઉ| ભાષા| Last Modified સોમવાર, 4 મે 2009 (17:09 IST)

ફિલ્મ અભિનેતા સંજય દત્તે સપા માટે ચૂંટણી પ્રચાર કરતા રવિવારે અહી એક ચૂંટણી સભામાં ફરી કહ્યુ કે માયાવતી જેટલો ગુસ્સો કરશે, હુ એટલી ઝપ્પી આપતો રહીશ, પરંતુ પપ્પી કેંસલ, કારણ કે મારી પપ્પી લોકો માટે છે.

સંજય દત્તે મેરઠના જિમખાના મેદાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ કે લાગે છે કે બહેન માયાવતીજી ગુસ્સામાં છે, પરંતુ તેઓ જેટલો ગુસ્સો કરશે, હુ એટલી ઝપ્પી આપતો રહીશ. છતાં પણ ગુસ્સો કરશે તો હુ ફૂલ મોકલીશ.

તેમણે માયાવતેના શાસનની આલોચના કરતા કહ્યુ કે બહેનજીન રાજમાં નળ છે તો પાણી નથી. બલ્બ છે તો વીજળી નથી. ગાડી રસ્તા પર ઓછી ચાલે છે, કારણ કે ખાડા વધુ છે.
સંજય સાથે અહી ચૂંટણી પ્રચાર માટે આવેલ સપા નેતા અમરસિંહે ભાજપા અને બસપા પર નિશાન તાક્યુ. કહ્યુ કે માયાવતી અને અટલબિહારી વાજપેયીનુ ત્રણવાર શાસન સાથે લગ્ન કરી ચૂક્યા છે.


આ પણ વાંચો :