મોઈલી પ્રવક્તા પદેથી હટાવાયા

ભાષા| Last Modified શનિવાર, 9 મે 2009 (17:11 IST)

એમ વીરપ્પા મોઈલીને કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે આશ્ચર્યજનક રીતે જદયુ નેતા નીતીશ કુમારની ઝાટકણી કાઢી હતી.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યુ કે તેમના સ્થાને કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીને પાર્ટીના મીડિયા વિભાગના પ્રમુખ તરિકે નિમવામાં આવ્યા છે. તેઓ આ પહેલા તેમણે આ પદ સંભાળી ચૂક્યા છે.

એવું કહેવામાં આવે છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સામે ટિપ્પણીયોથી પાર્ટીના આલાકમાન નાખુશ હતા. મોઈલીને હટાવવામાં આ જ કારણ પર વધારે ભાર આપવામાં આવી રહ્યુ છે.


આ પણ વાંચો :