લાલુ યુપીએથી નારાજ

કેબીનેટની બેઠકમાં ગેરહાજર

ભાષા| Last Modified શુક્રવાર, 8 મે 2009 (16:19 IST)

આરજેડી અધ્યક્ષ તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવ થોડા દિવસોથી મીડિયા તથા કોંગ્રેસથી ખિન્નાયેલા છે. આ મતભેદ એટલી હદે વધી ગયા છે કે લાલુ પ્રસાદ યાદવ શુક્રવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભાગ લેવા ગયા ન હતા. તેમજ તેમનો સાથ એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન આપી રહ્યાં છે. આ બાબતે અનેક તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે.

લાલૂ પ્રસાદની નિરાશાનું એક કારણ કોંગ્રેસ દ્વારા તેમના પર કરવામાં આવી રહેલા શાબ્દીક વાર તથા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વખાણ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પ્રણવ મુખર્જી તથા રાહુલ ગાંધીએ લાલુની જોરદાર ટીકા કરી હતી. સોનિયા ગાંધીએ બિહારની દુર્દશા માટે લાલુનાં અકુશળ શાસનને જવાબદાર ઠેરવ્યુ હતુ.

જ્યારે પ્રણવ મુખર્જીએ તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે લોકસભાની ચુંટણી જીત્યા બાદ કોંગ્રેસને લાલુની જરૂર નથી. જો કે ત્યાર બાદ પ્રણવ મુખર્જીએ પોતાની આ ટિપ્પણીથી બચવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું કે હિન્દીભાષાનાં અપૂરતા જ્ઞાનને લીધે તેમની વાતોનો અવળો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. તો રાહુલ ગાંધીએ બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશ કુમારના વખાણ કરીને લાલુની નારાજગી વહોરી લીધી હતી.
જો કે થોડા સમયથી લાલૂએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. બાબરી મસ્જિદ ધ્વંશ માટે લાલૂ કોંગ્રેસને જવાબદાર ઠેરવી ચુક્યા છે. તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ ધારત તો બાબરી મસ્જીદને ધ્વસ્ત થતી અટકાવી શકી હોત.


આ પણ વાંચો :