વરૂણની માયા વિરૂદ્ધ વિદ્રોહની હાકલ

લખનઉ | ભાષા| Last Modified શનિવાર, 9 મે 2009 (17:10 IST)


પોતાની સામેનાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને ગેરબંધારણીય સાબિત થયા બાદ વરૂણ ફરી તેના અસલી રૂપમાં આવી ગયો છે. તેણે પીલીભીત ખાતે ચુંટણી સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે તે પીલીભીતનાં લોકો માટે જેલ જવા નહીં પણ લાઠી અને ગોળી ખાવા પણ તૈયાર છે.

વરૂણે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે મારી લડાઈ કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી,પણ જે વ્યક્તિ ગરીબ, રાષ્ટ્રભક્તો અને લાચાર છે. તેમને હેરાન કરનાર લોકો સામે છે. તેમણે માયાવતીની સરકારને નિર્બળો પર અત્યાચાર કરનારી જાહેર કરી હતી.

તેણે કહ્યું હતું કે તમે લોકોએ મારા માટે થઈને લાઠી ખાધી છે. પણ સમય આવશે તો હું ચુપ નહીં બેસું. હું તમારા માટે ગોળી ખાતા પણ અચકાઈશ નહીં. શુક્રવારે ઈલાહાબાદ હાઈકોર્ટની એડવાઈઝરી બોર્ડે તેની પરથી એનએસએ હટાવવાની ભલામણ કરી હતી. જો કે માયાવતીએ તેનો સ્વીકાર કરવાની જગ્યાએ સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો :