સરકાર માટે સોનિયા, સિંઘનો દાવો

નવી દિલ્હી| ભાષા| Last Modified બુધવાર, 20 મે 2009 (16:04 IST)
મજબૂત, સ્થિર અને પ્રભાવશાળી સરકાર આપવાના યુપીએના સંકલ્પ વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના નેતા મનમોહનસિંઘ અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સાંજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને સરકાર બનાવવા માટે દાવો કરશે.

બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પત્રકારોને કહ્યું હતું કે, યુપીએના તમામ ઘટક દળોએ મજબૂત સ્થિર અને પ્રભાવશાળી સરકાર આપવાની આવશ્યક્તા ઉપર ભાર મુક્યો છે. તમામ દળોએ ખાસ કરીને ગરીબોના કલ્યાણ અને તેમના વિકાસ માટે સૂર વ્યક્ત કર્યો હતો.

યુપીએના સાથી દળોની કોંગ્રેસ અધ્યક્ષના 10 જનપથ સ્થિત નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા આંતરિક સુરક્ષા અને સાંપ્રદાયિક સદ્વાવ સુનિશ્વિત કરવાનો હશે. જનતાને જે વચનો આપ્યા છે તેને અમલમાં મુકવાનો સમય આવી ગયો છે. અગાઉની સંપ્રગ સરકારના મુખ્ય કાર્યક્રમોને આગળ પણ ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો :