શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: રવિવાર, 27 ઑક્ટોબર 2024 (09:33 IST)

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

gujarat congress
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની બીજી યાદી બાદ કૉંગ્રેસે હવે ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે.
 
ઉમેદવારોની આ ત્રીજી યાદી પાર્ટીએ શનિવારે સાંજે જ જાહેર કરી દીધી હતી.
 
કૉંગ્રેસ તરફથી ત્રીજી યાદીમાં કુલ 16 ઉમેદવારોનું નામ છે. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા માણેકરાવ ઠાકરે પણ છે.
 
પાર્ટીએ તેમને યવતમાલ જિલ્લાના દિગ્રાસથી ટિકિટ આપી છે. તેઓ હાલ ગોવાના કૉંગ્રેસ પાર્ટીના પ્રભારી પણ છે.
 
કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનનો હિસ્સો છે. છતાં હાલ તેમની એનસીપી(શરદ પવાર જૂથ) અને શિવસેના(ઉદ્ધવ જૂથ) સાથે કેટલી બેઠકો મામલે ચર્ચા ચાલી રહી છે.