કેજરીવાલની ગુજરાત યાત્રાથી નરેન્દ્ર મોદીને નુકશાન થશે ?

મિતેશ મોદી

વેબ દુનિયા|

P.R
ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ જે ન કરી શકી તે કેજરીવાલે ત્રણ દિવસની યાત્રામાં કરી બતાવ્યું. આમ તો મોદી જે પ્રમાણે મીડિયા મેનેજમેન્ટ સંભાળી રાખ્યું છે તે પ્રમાણે પણ તેમાં પાછા પાની કરી નથી. હાલમાં તો મોદી કોઈપણ વિવાદમાં પડ્યા વિના પોતાની વડાપ્રધાનની ઈચ્છા પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ તેમને કેજરીવાલ થોડી ઘણી સીટોને નુકશાન પહોંચી શકે તેમ છે. કારણ કે મોદી જે પ્રમાણે સંભાળવવામાં માહીર છે તે પ્રમાણે કેજરીવાલ પણ તેમાંથી ઉણા ઉતરે તેમ નથી.

ગુજરાતમાં કોંગ્રેસના ધુરંધરોએ મોદી સામે તમામ પ્રકારના હથિયારો નીચે મુકી દીધા છે, સત્તા વાંચ્છુકોએ કેસરીયો પહેરીને કોંગ્રેસથી દૂર થઈ ગયા છે. કોંગ્રેસની વાત કરીએ તો માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ પટેલની રાજકીય પડદેથી વિદાય પછી સારા પ્રજા નેતા બચ્યા નહતા. જે ભાજપે સામેથી ઉપલબ્ધ કરાવ્યા હતા. શંકરસિંહ વાઘેલાનું વર્ચસ્વ સૌરાષ્ટ્રમાં સારું એવું હતું. પરંતુ વિઠ્ઠલ રાદડિયા અને જશા બારડ જેવા જૂના જોગીઓએ ભાજપનો ખેસ પહેરી લેતાં વાઘેલાબાપુએ હવે મોદી સામે ટકવા માટે બીજો સક્ષમ વ્યક્તિની શોધમાં છે. રાહુલ ગાંધી સક્ષમ લડત આપવા ઈચ્છે છે પરંતુ તેમને કોઈ મજબૂત વ્યક્તિ કે મુદ્દો ગુજરાતમાં હાલના તબક્કે મળતો નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીની ઈમેજના બળ પર ડા. તુષાર ચૌધરી અને મધ્ય ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરત સોલંકી ઉપરાંત દાહોદની બેઠક પર ડા. પ્રભા તાવિયાડ જેવાં ઉમેદવારોને રિપીટ કરાયાં છે. શંકરસિંહ વાઘેલાએ સાબરકાંઠાની બેઠક પરથી ચૂંટણી લડવાની બાબતને લગભગ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. પરંતુ પાટણના ઝુઝારુ સાંસદ જગદીશ ઠાકોર અને નડિયાદમાં સતત વિજેતા થતા રહેલા દિનેશ પટેલ ચૂંટણી લડવા તૈયાર નહીં હોવાના અહેવાલો કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ હારી જવાની બીક પ્રવર્તી રહી છે.
તાજેરતમાં ગુજરાતમાં કેજરીવાલ યાત્રા કરી તે પહેલાં તેના કેટલાક સાથી પક્ષોએ સ્ટીંગ ઓપરેશન કરીને મોદી સરકાર સામે વિઘ્નો ઉભા કરી દીધા છે આનો લાભ લેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં ઉતરી આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં કોંગ્રેસના ધુરંધરોએ મોદી સામે તમામ પ્રકારના હથિયારો નીચે મુકી દીધા છે, સત્તા વાંચ્છુકોએ કેસરીયો પહેરીને કોંગ્રેસથીદૂર થઈ ગયા છે. ગુજરાતમાંથી આજે ૭ જેટલી સીટો જ કોંગ્રેસના હસ્તક છે એમ ઘણી શકાય છે. જેમ કે કેજરીવાલની ગુજરાત યાત્રામાં નરેન્દ્ર મોદી સરકારને કોઈપણ રીતે નુકશાન પહોંચી શકે તેવી કોઈ ક્ષમતા દેખાતી નથી. પરંતુ ગુજરાત સરકારની કેટલાક મુદ્દાઓ રજૂ કરીને કેજરીવાલે સફળતા પ્રાપ્ત કરી છે. તેણે મોદીની જેમ ટૂંકાગાળામાં રાજકીય સફળતા પ્રાપ્ત કરી છે. જ્યાં ગુજરાતમાં વિરોધપક્ષ તરીકે નિષ્ફળ દેખાઈ છે ત્યાં કેજરીવાલે પોતાની પદ્ધતિ તેણે ગુજરાતમાં સફળ યાત્રા પાર પાડી છે.


આ પણ વાંચો :