જેટની હડતાળ પ્રશંસનીય કે નિંદનીય ?

સિક્કાની બીજી બાજુ પણ દૃષ્ટિપાત કરો

jet airway
W.D
W.D
ત્રણ દિવસથી તેઓ એકધારા પર ઉતર્યા છે અને હજુ પણ તે પોતાના લક્ષ્ય પર અડગ છે. હડતાળનું મુખ્ય કારણ એ બે પાયલોટો છે જેમની કંપનીએ હકાલપટ્ટી કરી દીધી છે. આ બન્નેનો ગુનો બસ માત્ર એટલો કે, તેઓના મગજમાં પ્લેન ઉડાવવા સિવાય એક અન્ય વિચાર પણ આવ્યો જે હતો પાયલોટોનું યૂનિયન બનાવવાનો વિચાર.

આ ઘટનાના તરત જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં. પોતાના સાથી કર્મચારીઓ સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉપાડવા માટે અન્ય પાયલોટો પણ પોત પોતાની ફ્લાઈટ્સ છોડીને હડતાળ પર બેસી ગયાં પરિણામસ્વરૂપ છેલ્લા બે દિવસમાં જેટ એરવેજની એક પણ ફ્લાઈટ્સ રન-વે પર દોડતી નજરે ન ચડી. જેટ એરવેજના પ્રમુખ નરેશ ગોયલે પણ સ્પષ્ટ કહી દીધું કે, જો પાયલટો સમયસર કામ પર નહીં પહોંચે તો તેઓ જેટ એરવેજને જ બંધ કરી દેશે.

કદાચ તેઓ એ વાત જાણતા નથી કે, આ હડતાળ તેમની પ્રતિસ્પર્ધી કંપની 'એરઈંડિયા' માટે વરદાન સાબિત થઈ રહી છે. હડતાલના પગલે બુધવારે જ્યાં બીજા દિવસે જેટની 206 જેટલી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણોને રદ્દ કરવી પડી ત્યાં બીજી તરફ ભારે નુકસાન અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરઈંડિયાને એક જ દિવસમાં 10 હજાર જેટલા નવા યાત્રીઓ મળી ગયાં.

એર ઈંડિયાએ એક નવી સિદ્ધિ ત્યારે પ્રાપ્ત કરી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જેટ એરવેજની હડતાળને કારણે પોતાની ટીમને શ્રીલંકા મોકલવા માટે એરઈંડિયાનો સંપર્ક સાધ્યો. એરઈંડિયાએ પણ હાથમાં આવી રહેલી તકનો પૂરતો ફાયદો ઉપાડતા ત્વરિત ધોરણે તેઓ માટે એક વિશેષ ફ્લાઈટનો બંદોબસ્ત કરી દીધો અને બિચારી હાથ ધોતી રહી ગઈ. હડતાળના પગલે શેરમાર્કેટમાં પણ જેટના શેરો જમીને પટકાયા અને બે દિવસમાં તેમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આખરે આ હડતાળની પ્રશંસા કરવી કે નિંદા ? તે પ્રશ્નનો જવાબ જાણવો ઘણો કઠિન છે. કારણ કે, ઉડાણો રદ્દ થવાથી એક તરફ મંદીના સમયગાળામાં જેટ એરવેજને તો મોટાપાયે
jet
ND
N.D
આર્થિક નુકસાન તો થઈ જ રહ્યું છે બીજી તરફ અનેક લોકો સમયસર પોતાના નિયત સ્થળે ના પહોંચી શકવાના કારણે હાલાકી ભોગવી રહ્યાં છે. આ બધી વાતોને જો ધ્યાનમાં લેવામાં આવે તો આ હડતાળ પૂરી રીતે નિંદનીય છે પરંતુ જો કે, આ પગલું પાયલોટોએ પોતાના બે મિત્રોને યૂનિયન બનાવાના આરોપમાં બર્ખાસ્ત કરવામાં આવ્યાં બાદ ભર્યું છે તેથી દેશનો એક વર્ગ તેની પ્રશંસા કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ વર્ગને માત્ર એટલું જ કહીશ કે, તેઓ સિક્કાની બીજી બાજુ તરફ પણ પોતાની દૃષ્ટિ જરૂર ફેરવે.


એ સત્ય છે કે, યૂનિયન બનાવવું એવડો મોટો કોઈ ગુનો ન હતો કે જે પાયલટોએ એ કર્યું તેમને બર્ખાસ્ત કરી દેવામાં આવ્યાં પરંતુ સત્ય એ પણ છે કે, વગર સુચના આપ્યે હડતાળ પર જવું તદ્દન ખોટું છે. પ્રથમ પાયલોટોના પ્રતિનિધિએ પોતાના મેનેજમેન્ટને મળવું જોઈતું હતું અને પોતાના કર્મચારીઓને પુન: ફરજ પર લેવાની માગણી કરવી જોઈતી હતી. 'નો ડાઉટ' ત્યારે જો મેનેજમેન્ટ તેમની વાત ન માન્યું હોત તો બાદમાં તેઓ સુચના આપીને પણ હડતાળ પર ઉતરી શક્યાં હોત.

પરંતુ અહીં તો બીમાર થવાનું બહાનુ દેખાડીને હડતાળ કરવામાં આવી છે. જેની કદી પણ પ્રશંસા ન થઈ શકે. શું કોઈ સંસ્થાનના ચોથા ભાગના કર્મચારીઓ એક સાથે બીમારીનો ભોગ બની શકે ખરા ? જેટના ચોથા ભાગના કર્મચારીઓ હડતાળ માટે બીમારીનું બહાનુ કરીને એક સાથે રજાઓ પર ઉતરી ગયાં. શું આ હડતાળ સમર્થકો પાસે એ પ્રશ્નનો જવાબ છે ખરો કે, જ્યારે મેનજમેન્ટ તેમને બરખાસ્ત કરે તો હડતાળ અને જ્યારે કોઈ કર્મચારી સારા વેતનની લાલચમાં ખુદ નોકરી છોડીને ચાલ્યો જાય ત્યારે શું ?

વર્તમાન યુગમાં કોઈ પણ યૂનિયને બન્ને પક્ષ જોવા જોઈએ. કોઈ એક પક્ષના હકમાં યૂનિયનબાજી હવે ચાલી શકતી નથી.

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124
જનકસિંહ ઝાલા|
કોઈએ સાચું જ કહ્યું છે કે, જ્યાં સુધી લોકો વચ્ચે એકતા છે ત્યાં સુધી તેઓને કોઈ પણ પોતાના લક્ષ્યથી ડગમગાવી ન શકે. જેટ એરવેજના પાયલોટોની જ વાત લઈ લો. છેલ્લા


આ પણ વાંચો :