ભારતના તાલીબાનોએ હદ વટાવી...

વિરોધના નામે રાજનીતિનું શક્તિ પ્રદર્શન...

હરેશ સુથાર|
ટીવીમાં જે રીયાલીટી શો બતાવવામાં આવે છે એમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો વિરોધ કેમ નથી થતો. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. વિરોધ કરવાનો છે ત્યાં નથી કરાતો...


વેલેન્ટાઇનના દિવસે જાણે કે બજરંગ દળ અને શિવસેના ઉંઘમાંથી ઉઠી છે. વરસના વચલા દિવસે તેમના દિલમાં જાણે કે રામ વસી આવ્યા અને નીકળી પડ્યા છે સમાજ સુધારવા. વેલેન્ટાઇન દિવસે તેમણે આચરેલ જુલમ જોતાં કોઇ સંગઠનના કાર્યકરો કહેવા એના કરતાં તો ગુંડા કહેવા વધુ ઉચીત ગણાશે.

આખા વરસ દરમિયાન જાહેર સ્થળોએ યુવા હૈયાઓ એકબીજા સાથે સરળતાથી મળતા હતા એવા યુવાઓને આજે એકબીજા સાથે ફરતા પણ અટકાવવામાં આવ્યા. આનાથી પણ વધુ જાણે કે સમાજ સુધારવાનો ઝંડો તેમના હાથમાં આવ્યો હોય કાર્યકરોના વેશમાં રહેલા ગુડાઓએ યુવતીઓ અને યુવાનો સાથે શરમનાક વ્યવહાર કર્યા.

કોઇના મોં કાળા કરાયા તો કોઇને ગડદાપાટુંનો માર માર્યો. જાહેરમાં યુવતીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા આ લોકો કયા ભદ્ર સમાજની વાતો કરવા નીકળ્યા છે? આવા શખ્સો તાલિબાનો કરતાં કંઇ ઓછા નથી. પરંતુ આમાં આ લોકો જેટલા જવાબદાર છે એટલી જ આપણી સુરક્ષા એજન્સીઓ, આમ જનતા પણ જવાબદાર છે.

આપણે શું ? જનતાના આવા વલણને લીધે જ આવા લોકોને છુટ મળે છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ આજે જે સ્વીકાર કર્યો કે અમે તાલિબાનને ઓળખવામાં થાપ ખાઇ ગયા છીએ. તાલીબાને પાકિસ્તાનને ચોમેરથી સંકજામાં લીધું છે. કદાચ આપણા ત્યાં પણ આવું ના થાય કે કહેવાતા આ સંગઠનો દેશને અંદરથી સંકજામાં લઇ લે અને આપણે સૌ જોતા રહીએ.

સમાજમાંથી ચોક્કસપણે દુષણો દુર થવા જ જોઇએ, પરંતુ એ વિચાર કર્યો છે કે શરૂઆત ક્યાંથી થાય છે એ જાણવાનો કોઇ પ્રયાસ કરતું નથી. ટીવી સિરીયલો તથા રીયાલીટી શોમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો કોઇ વિરોધ કેમ કરતું નથી. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. જ્યાં વિરોધ કરવાનો છે ત્યાં કોઇ આગળ આવતું નથી? સંસ્કૃતિની રક્ષાના નામે જાહેરમાં સંસ્કૃતિનું હનન કરવામાં આવે છે. ક્યારે જાગશે આમ આદમી...ક્યારે આવશે સાચી સમજણ....

એકસ્ટ્રા સ્ટ્રો
ભારતીય સંસ્કૃતિના નામે પ્રેમીઓ સાથે અભદ્ર વ્યવહાર કરી કેટલાક લોકોએ જાહેરમાં સંસ્કૃતિનું હનન કર્યું. યુવક યુવતીઓને ઉઠબેઠક કરાવવામાં આવી, યુવક-યુવતીઓના મોં કાળા કરવામાં આવ્યા. ગુંડાઓને તો યુવતીઓનું જાહેરમાં હનન કર્યું પરંતુ ટીવી ચેનલોએ પણ યુવતીઓના ચહેરા બતાવી યુવતીઓને જાહેરમાં બેઆબરૂ કરી.


આ પણ વાંચો :