ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Modified: શનિવાર, 2 મે 2015 (15:18 IST)

સ્ત્રીઓ સાથે થતી છેડછાડથી શુ કોઈને ફરક નથી પડતો ?

પંજાબના મોગા ગામમાં બસમાં એક બાળકી અને તેની માતા સાથે થયેલ છેડછાડનો આરોપ તેને બસમાંથી ફેંકવામાં આવી કે તેણે પોતે બસમાંથી છલાંગ લગાવી તેના પર આખો દિવસ ચર્ચા થતી રહી.  
 
બસમાં શુ થયુ.. કેવી રીતે થયુ, બસ કંપની બાદલ પરિવારની છે કે નહી અને બસ પર થયેલ રાજકારણીય ચર્ચા વિવાદથી અલગ મળ્યુ શુ કે 14 વર્ષની એક સગીર બાળકીનું મોત થઈ ગયુ. 
 
કશુ બદલાયુ નથી 
 
14 વર્ષની વય એ હોય છે જ્યારે બાળપણ ધીરે ધીરે પોતાની ચાદર ઉતારીને એક એવી વય તરફ ધીરે ધીરે પોતાના ડગ માંડે છે જ્યા મનમાં હજારો તરંગો હિલોરા મારી રહી હોય છે. અનેક મીઠા સપના ઉડાન ભરતા પહેલા જ હવામાં હોય છે. 
પણ આપણે કદાચ એ પણ નહી જાણી શકીએ કે તેનુ સપનું શુ હતુ. એ જીંદગીમાં શુ કરવા માંગતી હતી.  એ માતાપિતાનુ શુ જેમણે પોતાની આંખો સામે પોતાની બાળકીને ગુમાવી... 
 
મેં મારુ બાળપણ પંજાબમાં જ વીતાવ્યુ છે. ઠીક આ જ વય હશે.. 13-14 વર્ષ. મોગામાં જે કંઈ એ છોકરી સાથે બન્યુ તેને જોઈને 
સાંભળીને સૌ પહેલા એક જ ખ્યાલ મનમાં આવ્યો.  શુ છેલ્લા 10-15 વર્ષમાં વસ્તુઓ કંઈ જ બદલાઈ નથી. જો બદલાતી તો શુ એ બાળકીને પોતાનો જીવ ગુમાવવો પડતો ? 
 
રસ્તા પર આવતા-જતા છેડછાડ, ટોણા મારવા ઘર-પરિવાર-મિત્રોના દુર્વ્યવ્હાર.. નાની વયમાં જ આ બધાનો સામનો શરૂ થઈ જાય છે. જો તમે આ બધાનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો માંગશો તો માફ કરજો કદાચ મારી પાસે ન હોય પણ સામાજીક પુરાવા દરેક બીજા પગલે મળી જશે.  તમને પુરાવા જોઈતા હોય તો મહિલા અપરાધ સાથે સંકળાયેલા સત્તાવાર આંકડાઓનો એક મોટો અંબાર છે. 
 
શુ માતાને ભય લાગ્યો હશે ?
 
હુ મારી વાત કરુ તો દસ એક વર્ષની વયની હોઈશ જ્યારે કદાચ પહેલીવાર મારી સાથે કંઈક આવો જ વ્યવ્હાર થયો. ત્યારપછી જેમ  જેમ મોટી થતી ગઈ. કેટલીક વસ્તુઓની આદત પડતી ગઈ.... સાઈકલ પર શાળામાં જતી વખતે કોઈનું પાછળ પાછળ આવવુ... કોલેજમાં બસમાં આવતી જતા કોઈનો અણગમતો સ્પર્શ.. પગપાળા ઓફિસ આવતી વખતે કોઈ મવાલી દ્વારા વલ્ગર સોંગના બોલ સંભળાવવા...  આ વાક્યોમાંથી હુ 'મારી સાથે' શબ્દ કાઢીને જો હુ કોઈ પણ સ્ત્રીનું નામ લખી દઉ તો કદાચ અનેકની સ્ટોરી આનાથી જુદી  નહી હોય.  
 
આમ તો આ વાત કોઈની સાથે શેર નથી કરી પણ આજે કલમ આપમેળે જ મારી પાસેથી લખાવી રહી છે. બાળપણમાં એક વાર હુ અને મમ્મી પંજાબમાંથી કોઈ બીજા શહેરમાં બસમાં સાંજે પરત ફરી રહ્યા હતા. પાસે બેસેલ વ્યક્તિ વારેઘડીએ ખોટી રીતે સ્પર્શ કરી રહ્યો હતો.   થોડીવાર પછી મમ્મીએ થોડા કડક અવાજમાં સમજાવ્યો. એ થોડાક કલાકમાં હુ ખૂબ જ અસહજ અનુભવ્યુ હતુ. લાગ્યુ આખી બસ અમારી બાજુ જોઈ રહી હોય. ત્યારે તો હુ ખૂબ નાનકડી હતી પણ આજે પાછળ વળીને જોઉ છુ તો વિચારુ છુ કે મારી મમ્મીએ એ સમયે શુ અનુભવ્યુ હશે. મારી અને પોતાની સેફ્ટી માટે મમ્મીએ અવાજ ઉઠાવ્યો હશે પણ શુ એ અંદરથી  ગભરાઈ નહી હોય ? 

તમને પણ વાંચવામાં કદાચ આ અજુગતુ લાગી રહ્યુ હોય. કદાચ કડવુ સત્ય આ જ છે કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર થાય છે. કદાચ તમારામાંથી અનેક સાથે થયુ હોય અને જો તમે પુરૂષ છો તો જરા પાંચ મિનિટનો સમય કાઢીને તમારી કોઈ મહિલા મિત્ર, બહેન, મા, પત્ની કે મહિલા કર્મચારીને પૂછો 
 
ફરીફરીને એક જ વિચાર મોગાની એ નિર્દોષ બાળાનો આવે છે જેની જીંદગી છીનવાઈ ગઈ..  એ હોત તો કોઈ પણ 14 વર્ષની 
છોકરીની જેમ આમથી તેમ કૂદી રહી હોત.. ટીવી પર પોતાનો પસંદગીનો શો જોવા માટે ભાઈ કે બહેન સાથે ટીવી રિમોટ માટે લડી રહી હોત. બહેનપણીઓ સાથે મસ્તી કરતી.. માતાની આગળ-પાછળ ફરતી રહેતી. પણ હવે પાછળ બચી ગઈ છે ઘાયલ મા અને કેટલાક કદાચ કદી ન ઉકેલનારા પ્રશ્નો.. તમારી અને મારી માટે...