શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Updated : શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (12:31 IST)

વર્ષ 2018 - 12 મહિના.. 12 સંકલ્પ

નવવર્ષના અવસર પર નવા સંકલ્પની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવામાં અમે તમને માહિતી આપી રહ્યા છીએ એવા કેટલાક સંકલ્પોની જેને લઈને તમે ખુદનો, સમાજનો અને દેશનુ ભલુ કરી શકે છે. આવો જાણીએ વર્ષ 2018ના 12 મહિના માટે 12 સંકલ્પ .. 
 
1. પહેલુ સુખ નિરોગી કાયા - તમારા પોતાના અને પરિવારના આરોગ્યનુ પુરૂ ધ્યાન જેથી ડોક્ટરોના ખિસ્સામાં મહેનતની કમાણીનો પૈસો ન જાય.. રોજ કસરત યોગ કે કોઈ પણ પ્રકારની કસરતની શરૂઆત. સાથે જ પરિજનો મિત્રોને પણ આવુ કરવા માટે આગ્રહ કરીશુ. 
 
2. સુરક્ષા - માર્ગ પર ચાલતી વખતે તમારી અને બીજાની સુરક્ષાનુ પુરૂ ધ્યાન રાખજો. હંમેશા હેલમેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરશો. કેટલી પણ ઉતાવળ કેમ ન હોય રસ્તાના નિયમોનું ઉલ્લંઘન કરશો નહી.. 
 
3. પર્યાવરણ - આ વર્ષે આપણે દિલ્હીમાં પ્રદૂષણની ભયાનકતા જોઈ છે. બાળકોને માસ્ક લગાવેલા જોયા છે. આવામાં આપણે નથી ઈચ્છતા કે આપણા શહેરની હાલત પણ આવી જ થાય. તેથી વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષની સુરક્ષાને પ્રાથમિકતા આપો. દૈનિક  યાત્રા માટે વધુથી વધુ લોક પરિવહનનો જ ઉપયોગ કરીશુ. 
 
4. સ્વચ્છતા - તમારા ઘરની આસપાસની સાફ સફાઈની સાથે જ માર્ગ પર ગુટખા થૂંકવી કે કચરો ફેકનારાઓને આવુ ન કરવા માટે વિનંતી કરીશુ જેથી આપણું વાતાવરણ સ્વચ્છ અને સુંદર બન્યુ રહે.

5. સોશિયલ મીડિયા પર સમજદારી - સોશિયલ મીડિયા પર એવી કોઈપણ સામગ્રી પોસ્ટ કે ફોરવર્ડ નહી કરીએ જેનાથી અફવા ફેલાય. ફોરવર્ડ કરતા પહેલા તેની હકીકત વિશે જરૂર જાણી લઈએ. 
 
6. વ્યક્તિગત સંબંધ - આ વર્ષે પરિવાર અને ઓફિસમાં અનુશાસન અને વ્યક્તિગત સંબધોનુ ખાસ ધ્યાન રાખીશુ. આ માટે સમય પર ઓફિસ પહોંચીશુ અને સમય પર જ ઘરે જઈને પરિવારને ભરપૂર સમય આપીશુ. છેવટે તેમની જ ખુશી માટે તો આપણે આટલી મહેનત કરીએ છીએ.  સાથે જ ખાસ અવસરો પર આપણા નિકટના મિત્રો અને સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીશુ. 
 
7. રચનાત્મકતા - આ વર્ષે પોતાની રચનાત્મકતાને નિખારીશુ. આ માટે આપણી પસંદગીના શોખ જેવા કે સંગીત ડ્રોઈંગ પૈટિંગ તરવુ યોગ વગેરે શીખીશુ. 
 
8. અભ્યાસ - આખુ વર્ષ ઈમાનદારીથી અને મન લગાવીને અભ્યાસ કરીશુ. સાથે જ સમય કાઢીને કેટલાક ગરીબ બાળકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરીશુ. 
 
9. જૂની વસ્તુઓનો સદ્દપયોગ - એવી વસ્તુઓ જે હવે જૂની થઈ ગઈ છે કે કામમાં આવતી નથી તેનો સદપયોગ કરીશુ કે પછી તેને ગરીબ લોકો સુધી પહોંચાડીશુ. 
 
10. સામાજીક દાયિત્વ - ગરીબ અને બીમાર માટે રક્તદાન કરવાની સાથે ઉપેક્ષિત વડીલો વચ્ચે જઈને થોડો સમય વીતાવીશુ. 
 
11. સામાજીક સૌહાર્દ - એવુ કોઈપણ કાર્ય નહી કરીએ જેનાથી સામાજીક સમરસતાને નુકશાન પહોંચે સાથે જ આ પ્રકારની હરકત કરનારાઓને ચુસ્તતાથી રોકીશુ. 
 
12. ખરાબ આદતો - દારૂ સિગરેટ અને ગુટકા વગેરે ખરાબ ટેવો જો છે તો તેમાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરીશુ. 
 
... અને અંતમા આ વાતની પૂરી કોશિશ કરીશુ કે આ સંકલ્પ ફક્ત સંકલ્પ જ ન રહે પણ હકીકત સુધી પણ તેને પહોંચાડવાની કોશિશ કરીએ...