બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

સુન્નત : જોખમી હોવા છતાં કહેવાય છે મર્દાનગીની ઓળખ ?

P.R
મુસલમાન અને યહુદી સુન્નત ધાર્મિક કારણોને લીધે કરાવે છે પરંતુ આફ્રિકામાં અનેક હિસ્સામાં તે પરંપરાગત રીતે થાય છે. જોકે, હવે આ મામલો સ્વાસ્થ્ય સાથે પણ જોડાઈ ગયો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કેટલાક જાતિય સમૂહોમાં સુન્નત કરાવવી મર્દાનગીની ઓળખ પણ મનાય છે.

અહીં સુન્નત ન કરાવનારા પુરૂષોની મજાક ઉડાવાય છે અને તેમને જાત બહાર કરી દેવાય છે. આ જ કારણે દક્ષિણ આફ્રિકામાં દર વર્ષે હજારો છોકરાઓની સુન્નત કરવામાં આવે છે. સમસ્યા સુન્નત નથી પરંતુ એ છે કે સુન્નત યોગ્ય રીતે નથી કરાતું અને તેના કારણે ઘણીવાર તો જીવનું જોખમ પણ ઉભું થાય છે. આ જ કારણે તેનો વિરોધ પણ થવા લાગ્યો છે.

મર્દ બનવાની તાલાવેલી

ઈસ્ટર્ન કેપ રાજ્યના કુમૂ ગામમાં રહેનારા 18 વર્ષીય એક યુવકને એટલા માટે મર્દ નહોતો માનવામાં આવતો કારણકે તેણે સુન્નત નહોતી કરાવી. આ યુવકના જણાવ્યા અનુસાર તેના ક્લાસમાં બધાય છોકરાની સુન્નત થઈ ચુકી હતી. પરંતુ પોતે સુન્નત ન કરાવતા તેને લોકો નાનું બાળક કહીને ચીઢવતા હતા. એક મર્દ તરીકે પ્રસ્થાપિત થવા આ યુવક પોતાના મા-બાપને કહ્યા વગર જ સુન્નત કરાવવા પહોંચી ગયો હતો જેનો તેને આજ દીન સુધી અફસોસ છે.

હોસ્પિટલના બિછાને પડેલો આ યુવક અહીં બે મહિનાથી દાખલ છે, અહીં તેની સાથે મારામારી કરવામાં આવે છે, તેને ભૂખ્યો રાખવામાં આવે છે અને અનેકવાર તો તેને પીવા માટે પાણી પણ નથી અપાતું. તેનું કારણ એ છે કે સુન્નત કરનારા કેટલાક પારંપરિક સર્જન માને છે કે આમ કરવાથી જ યુવકો ખરા અર્થમાં દમદાર મર્દ બને છે.

જોકે, આમ કરવામાં ઘણા યુવકો સુન્નતની સર્જરીમાં ઈન્ફેક્શન લાગવું, યોગ્ય સુવિધાના અભાવ તેમજ યોગ્ય દાક્તરી દેખરેખના અભાવે ગંભીર સ્થિતિમાં મુકાઈ જાય છે તો કેટલાક મોતને પણ ભેટે છે.