શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (19:15 IST)

નમસ્તે TRUMP’ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના કલાકારો એ વિવિધ ગીતો - લોકગીતો રજૂ કરીને મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત લાખો નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વૈશ્વિકકક્ષાના આ અભિવાદન કાર્યક્રમમાં કલાકારોએ પોતાની ઉત્તમકૃતિઓ રજૂ કરી હતી. તેમાં હિન્દી ગીતો

‘નમસ્તે TRUMP’ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના કલાકારો એ વિવિધ ગીતો - લોકગીતો રજૂ કરીને મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત લાખો નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વૈશ્વિકકક્ષાના આ અભિવાદન કાર્યક્રમમાં કલાકારોએ પોતાની ઉત્તમકૃતિઓ રજૂ કરી હતી. તેમાં હિન્દી ગીતોના જાણીતા ગાયક કલાકાર પદ્મશ્રી કૈલાસ ખેરે બાહુબલી ફેઇમ ‘કૌન હૈ કૌન હૈ તું કહાંસે  આયા...’ તેમજ ‘મેં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા, કૈસે બતાયે યારો તુ જાને ના’ જેવા સુંદર ગીતોની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
 
આ સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ ગુજરાતીઓની ઓળખ દર્શાવતું ‘અમે ગુજરાતી લહેરી લાલા’ તેમજ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉ’ જેવા ગીતો રજૂ કરીને દર્શકોને ડોલાવ્યા હતા.
 
ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવીએ પોતાની આગવી અદામાં ‘મોગલ આવે રે..., ‘હાલાજી તારા હાથ વખાણું...’ તેમજ તેમની સાથે ગોધરાથી આવેલી પ્રજ્ઞાચક્ષુ દીકરી હેપ્પી દેસાઇએ ‘તેરી લાડકી મેં છોડુંગી ના તેરા સાથ’ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. કચ્છના લોક ગાયિકા ગીતા રબારીએ તેમના પરંપરાગત પહેરવેશમાં ‘રોણા શેરમાં...’ તેમજ દેશભક્તિ ગીત ‘તેરી મિટ્ટીમેં મિલ જાવા’ જેવા ગીતો રજૂ કર્યા હતા.
 
આ ઉપરાંત પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે ‘ડમડમ ડમરૂ બાજે, ભોલે શંકર’ તેમજ ‘સુનો ગૌર સે દુનિયાવાલો બુરી નજર ન હમ પે ડાલો હમ હૈ હિન્દુસ્તાની’ ની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ અને ગુજરાતીઓની આગવી ઓળખ રજૂ કરતાં અનેક રસપ્રદ પ્રસંગો વર્ણવીને ઉપસ્થિત નાગરિકોના મન મોહી લીધા હતા.