બુધવાર, 21 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 26 મે 2016 (12:14 IST)

મોદી સરકારના 2 વર્ષ : PM સાહેબ અને તેમના મંત્રીઓના આવા નિવેદન થઈ ગયા હતા હિટ

મોદી સરકાર
દેશ બદલી રહ્યો છે. આ નારા સાથે મોદી સરકાર પોતાના કામકાજના બે વર્ષ પૂરા થનારો ઉત્સવ ઉજવી રહી છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ બે વર્ષોમાં મોદી સરકારમાં ખૂબ ઉતાર-ચઢાવ આવ્યા.  અનેક રાજ્યોમાં મોદી સરકારને ફટકો પડ્યો તો અનેક રાજ્યોમાં ભાજપાએ ઐતિહાસિક જીત મેળવતા સત્તામાં 15 વર્ષ પછી કમબેક કર્યુ.  આ બે વર્ષોમાં મોદી સરકાર અને પીએમ તરફથી એવા નિવેદન આવ્યા જે ખૂબ હિટ થયા અને ટીવીની બ્રેકિંગ બની ગયા અને સોશિયલ મીડિયા પર કોઈ ફિલ્મી ડાયલોગ જેવા છવાયેલા રહ્યા. 
 
નિશાના પર રાહુલ ગાંધી 
 
પોતાના બે વર્ષના સમયમાં પીએમ મોદી અને તેમના મંત્રીઓએ પોતાના ભાષ 
 
પોતાના બે વર્ષના કાર્યકાળમાં પીએમ મોદી અને તેમના મંત્રીઓએ પોતાના ભાષણોમાં રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યુ. ક્યારેય સંસદ તો ક્યારેક સંસદની બહાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભાજપાના નિશાના પર રહી. રાહુલના દરેક નિવેદનને ભાજપાએ ખૂબ ઉછાળ્યુ અને તેઓ ચર્ચામાં આવી ગયા. 
 
3 માર્ચ 2015ના રોજ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ લોકસભામાં રાહુલના હુમલાનો જવાબ આપતા કહ્યુ કે અનેક વાર વય તો વધે છે પણ સમજદારી નથી વધતી.  તેથી વસ્તુઓ સમજવામાં સમય લાગે છે. કેટલાક લોકો તો સમય વીતી ગયા પછી પણ વસ્તુને સમજી શકતા નથી.  તેથી વિરોધતો તરીકો શોધતા રહે છે. એવુ નથી કે હુલે મોદી સરકાર પર પલટવાર ન કર્યો હોય.  રાહુલ હંમેશાથી જ મોદી સરકારને સૂટ બૂટની સરકાર કહેતા આવ્યા છે. આ વર્ષના બજેટ સત્રમાં મોદી સરકારની કાલા ધન પર લાવવામાં આવેલ સ્કીમ પર હુમલો કરતા રાહુલે તેને મોદી સરકારની ફેયર એન્ડ લવલી સ્કીમ બતાવી હતી. 

મોદીના આ મંત્રીઓના નિવેદનોને ખૂબ વાહવાહ મળી 
 
રોહિત વેમુલા સુસાઈડ મામલો 
 
હુ તમને કહ્યુ છુ કે જો તમે મારા જવાબથી સંતુષ્ટ ન હોય તો આજ આ સભામાં કહુ છુ, બસપાના એક એક કાર્યકર્તાઓ અને નેતાઓને કહુ છુ. જો તમે મારા જવાબથી સંતુષ્ટ ન હોય તો હુ મારુ માથુ વાઢીને તમારા ચરણોમાં મુકી દઈશ. - સ્મૃતિ ઈરાની.. 
 
બ્લેકમની મામલો 
 
મોદી સરકારના નાણાકીય મંત્રી અરુણ જેટલીએ રાહુલને વગર માહિતીનો એક્સપર્ટ બતાવ્યો. 
 
પીએમ મોદી લાલ કિલ્લા પરથી 2014 
 
મોદીએ ખુદને દેશનો પ્રધાનસેવક બતાવતા કહ્યુ, જો તમે 12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કામ કરીશ. તમે 14 કલાક કામ કરશો તો હુ 15 કલાક કામ કરીશ.  ઉલ્લેખનીય છે કે ત્યારે એક કલાકના વગર લખેલા ભાષણમાં મોદીજીએ સતત પોતાની વાત મુકી હતી. 
 
લલિત મોદી મામલે સુષમા સ્વરાજનો રાહુલને જવાબ 
 
લલિત મોદીની પત્ની 17 વર્ષથી કેંસરથી પીડિત છે. 10મી વાર તેમનુ કેંસર ઉભરાયુ છે. પુર્તગાલમાં જ્યા તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ કહ્યુ કે આ વખતે કેંસર જીવલેણ છે. તેમને કહ્યુ કે હુ પૂછવા માંગુ છુ કે કોઈ બીજા મારા સ્થાન પર હોત તો શુ કરતા. સોનિયાજી હોત તો શુ કરતી. શુ એક કેંસર પીડિતને મરવા માટે છોડી દેતી. તે મહિલા જેના વિરુદ્ધ દુનિયાભારમાં કોઈ કેસ નથી ચાલી રહ્યો જે 17 વર્ષોથી કેંસરથી  પીડિત છે જેને 10મી વાર કેંસર થયુ છે. આવી મહિલાની મદદ કરવી જો ગુન્હો હોય તો અધ્યક્ષજી તમને સાક્ષી માનીને આખા રાષ્ટ્ર સામે હુ મારો ગુનો કબૂલ કરુ છુ.  સદન મને જે સજા આપવા માંગતુ હોય હુ તે ભોગવવા તૈયાર છુ. 
 
રાહુલ પર સુષમાનુ નિવેદન 
 
હુ રાહુલજીને કહ્યુ છુ કે તમને રજાઓ ગાળવાનો ખૂબ શોખ છે. આ વખતે રજાઓમાં તમારા પરિવારનો ઈતિહાસ જરૂર વાંચજો. અને પરત આવીને સોનિયાજીને પૂછજો કે મા ક્વાત્રોચ્ચિ મામલે આપણે કેટલો પૈસો ખાધો હતો. ડેડીએ એંડરસનને કેમ છોડાવ્યો. 
 
દિલ્હી ચૂંટણી રેલીમં પીએમ મોદીનુ નિવેદન 
 
લોકો કહે છે કે મોદી નસીબવાળા છે જે સત્તામાં આવતા જ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા છે. તેમા ખરાબ શુ છે. જેના માથા પર દેશની સવાસો કરોડ જનતાનો હાથ હોય તેનાથી મોટુ કોઈ નસીબ નથી હોઈ શકતુ. 
 
બિહાર ચૂંટણી રેલીમાં મોદી 
 
50 હજારો કરુ કે વધુ કરુ.. 60 હજાર કરુ કે વધુ કરુ.. 90 હજાર કરુ કે વધુ કરુ.. મારા ભાઈઓ બહેનો હુ આજે વચન આપુ છુ કે કેન્દ્ર સરકાર સવા લાખ કરોડ રૂપિયાનુ પેકેજ બિહારને આપે છે.