શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (13:32 IST)

નરેન્દ્ર મોદી મતલબ રાજનીતિમાં સપનોના સોદાગર

બીજેપીને નહી મોદીને બઢત 
 
. ઉત્તર પ્રદેશમાં આ બઢત બીજેપીની નથી.. આ નરેન્દ્ર મોદીની બઢત છે.  એ જ રીતે જો ગુજરાતમાં પાટીદાર... કોંગ્રેસ અને દલિતોના રાજનીતિકરણ વચ્ચે પણ જો બીજેપી જીતી આ બીજેપી પણ મોદીની જ જીત કહેવાશે.. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જે પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે તે 360 ડિગ્રીની રાજનીતિ છે 
તેમને પબ્લિક મૂડને કૈપ્ચર કરી લીધો છે. ભલે તે નોટબંધીનો મુદ્દો હોય કે ભલે પાકિસ્તાન વિરુદ્ધ તેમની રણનીતિ હોય કે પછી ઉજ્જવલા સ્ક્રીમ કેમ ન હોય.  આ બધામાં તેમણે પોતાની એક છબિ બનાવી લીધી છે. આ છબિ એવા નેતાની છે જે કઠોર નિર્ણય લઈ શકે છે. લોકોનુ દિલ જીતી શકે છે.  તેમની રાજનીતિક રીત-ભાતને જુઓ, તેઓ રોડ શો પણ કરવો જાણે છે. સોશિયલ મીડિયા   પર દમદાર ઉપસ્થિતિ નોંધાવે છે.  રાજનીતિક પ્રતિદ્વંદીયોને ધીરે ધીરે કમજોર કરવાની રમત પણ તેમને આવડે છે. આ માટે મોદીએ જોડ-તોડની પણ મદદ લીધી છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતાઓને તોડ્યા. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના સ્વામી પ્રસાદ મોર્યાને પોતાની સાથે લીધા. 
 
આ સાથે સાથે નરેન્દ્ર મોદી જાતિની રાજનીતિ પણ કરી રહ્યા છે. યૂપીમા યાદવ સમાજ બહારના ઓબીસીને વિશેષ રૂપે ફોકસ કર્યા. આ ઉપરાંત કબ્રસ્તાન અને સ્મશાનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સાથે જ તેઓ વિકાસનો મુદ્દો પણ ઉઠાવવો જાણે છે. ગરીબોના વિકાસની વાત પણ કરે છે. 
 
મતલબ બધી રીતે જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદી પોતાના પ્રતિદ્વંદીયો માટે કોઈ તરક કોઈ સ્પેસ જ નથી છોડી રહ્યા અને સામાન્ય લોકોને એ વિશ્વાસ અપાવવામાં સફળ થઈ રહ્યા છે કે તેમના વિકાસ માટે તેઓ દરેક પ્રકારનું કામ  કરવા માટે તૈયાર છે. 
 
ઉલ્લેખનીય છે નરેન્દ્ર મોદીની આ રાજનીતિએ સોશિયલ એંજિનિયરિંગની જૂની રાજનીતિને એક હદ સુધી બેઈમાની બનાવી દીધી છે. જૂની સોશિયલ એંજિનિયરિંગમાં માયાવતી અને મુલાયમ ધુરંધર માનવામાં આવતા હતા. મુલાયમે યાદવ અને મુસ્લિમને જોડી લીધા હતા તો તેઓ એક તાકત બની ગયા. જે ત્રિપલ તલાકે બીજેપીની યુપીમાં આટલી મોટી સફળતા અપાવી એ જ ત્રિપલ તલાકનો જાદુ આ વખતે બીજેપીને ગુજરાતમાં પણ મળી શકે છે.. મતલબ એકવાર ફરી ગુજરાતમાં પણ મુસ્લિમો જ બીજેપીની જીતનુ મોટુ કારણ બની શકે છે.. 
 
પણ નવી પેઢી આ પ્રકારની રાજનીતિથી હવે કંટાળી ગઈ છે. નવી પેઢીને જાતિવાદને લઈને મેદાનમાં ઉતરેલા હાર્દિક-અલ્પેશ કે જીજ્ઞેશનુ રાજનીતિકરણ ગમે એવુ લાગતુ નથી.. એમાય હાર્દિકની સીડી બહાર આવ્યા પછી તો કોંગ્રેસનો છેડો પકડીને બેસેલા હાર્દિકની છબિ સાથે કોંગ્રેસ પર પણ તેની અસર પડી શકે છે. 
 
પણ એવુ પણ નથી કે સોશિયલ એંજિનિયરિંગનુ મહત્વ નથી. ઉત્તર ભારતની રાજનીતિમાં સોશિયલ એંજિનિયરિંગનુ મહત્વ રહ્યુ હતુ.. અને એ જ જાદુ ગુજરાતમાં બીજેપી ચલાવશે.. એટલે જ તો સોશિયલ મીડિયા પર #modichene હૈશટેગ ચાલી રહ્યુ છે. . જાતિગત સમીકરણો સાથે સાથે વિકાસની નૈયાને પણ વધારવાની જરૂર છે. સાથે જ એક લીડરશિપવાળી ક્વોલિટી પણ બતાડવી પડશે.  આ બધુ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે સૌ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પછી ગુજરાતના મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રીના રૂપમાં પોતાની યાત્રામાં નરેન્દ્ર મોદી ખુદને રિઈન્વેંટ કરતા રહ્યા છે. સતત ફેરફાર લાવી રહ્યા છે. તેઓ કંઈક ને કંઈક કરતા રહ્યા છે. જેનાથી લાગે છે કે તેમની ગાડી થંભી જ રહી નથી. 
 
તેઓ હંમેશાથી બોલવામાં નિપુણ નેતા રહ્યા છે. પણ ક્યારે બોલવાનુ છે.. કેટલુ બોલવાનુ છે.. કેવી રીતે બોલવાનુ છે... મને તો લાગે છે કે તેઓ રાજનીતિક ચાલ-ચલન અને કમ્યુનિકેશનના માસ્ટર બની ચુક્યા છે. 
 
તેનાથી પણ આગળ જઈને કહો તો તેઓ સપનોના સોદાગર બની ગયા છે. લોકો સામે સપના મુકે છે તો એ પણ ખૂબ ચતુરાઈથી. આમ આદમીને તેનાથી લાગે છે કે ખરેખર નરેન્દ્ર મોદી મારે માટે કશુ કરશે.. થોડો બદલાવ લાવશે. 
 
ખરેખર કંઈક થાય છે કે નહી તેની અસલિયત તો ત્યારે જ જાણ થશે જ્યારે તેમની સરકારના પાંચ વર્ષ પૂરા થશે. જો કે અઢી વર્ષ વીત્યા પછી પણ આજની તારીખમાં લોકો તેમને બતાવેલ સપના પર વિશ્વાસ કરી રહ્યા છે. 
 
લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહ્યા છે તો તેઓ કમળ જોઈને નથી આપી રહ્યા, નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકીને વોટ આપી રહ્યા છે. તેમને એવુ લાગી રહ્યુ છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે અને ગુજરાતમાં રહેશે તો જ ગુજરાતનું ભલુ થશે. . સામાન્ય જનતાનો આ વોટ ભારતીય જનતા પાર્ટીની લોકલ લીડરશિપ માટે નથી પણ આ નરેન્દ્ર મોદીને મળેલ સમર્થન હશે. 
 
મોદીના ગઢ ગુજરાતમાં આટલી વિકટ પરિસ્થિતિયો પછી પણ બીજેપી આવે છે તો  નરેન્દ્ર મોદી મજબૂત થશે. તેઓ ઈન્દિરા ગાંધી પછી રાષ્ટ્રીય સ્તરના મોટા નેતાના રૂપમાં સ્થાપિત થઈ શકે છે.  ઓછામાં ઓછા મારુ અનુમાન તો આવુ જ  કહી રહ્યુ છે.