ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2016 (11:49 IST)

PM મોદીની પોલીટિકલ ક્લાસમાં નેતાઓને મળી આ 5 ટિપ્સ

છેલ્લા 2 દિવસ દિલ્હીમાં ભાજપા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ. બે દિવસની આ ક્લાસમાં અંતિમ દિવસે પીએમ મોદી પોતાના નેતાઓને રાષ્ટ્રભક્તિનો પાઠ પઢાવવાની સાથે હુમલાવર વિપક્ષ ક્ષાથે લડવાનો અને વિકાસની 5 ટિપ્સ આપી. આવો જાણીએ શુ કહ્યુ તેમણે 
 
1. રાષ્ટ્રવાદ મોટી તાકત - મોદીએ કહ્યુ રાષ્ટ્રવાદ અમારી તાકત છે અને તેને લઈને આપણે આગળ વધીશુ. તેમણે ભાજપા કાર્યકર્તાઓને વિપક્ષની ધ્યાન ભટકાવવાની કોશિશોથી સાવધ રહેવાનુ પણ કહ્યુ. 
 
2. દલિત અને ગરીબ વર્ગની વચ્ચે પહોંચવાનુ છે - તેમણે કહ્યુ ગયા વર્ષે સંગઠનો વિસ્તારનો વર્ષ રહ્યો છે. સંગઠનનો વિસ્તાર દૂરદૂરના ક્ષેત્રોમાં થયો. હવે કાર્યકર્તાઓની ક્ષમતાનુ નિર્માણ કરવાનુ છે. જેનાથી તેઓ સશક્ત ભારતના નિર્માણમાં પ્રભાવી ભૂમિકા ભજવે. તેમણે કહ્યુ કે ગામ ગરીબ દલિત પછાત વર્ગ સુધી પહોંચ હોવી જોઈએ. 
 
3. કોઈ નેતા નિવેદન ન આપે - પ્રધાનમંત્રીએ પોતાના નેતાઓને દરેક મુદ્દે નિવેદનબાજી ન કરવાને લઈને ચેતાવ્યા અને કહ્યુ કે મુદ્દા પર પાર્ટીના મતને સ્પષ્ટ કરવા માટે એક જુદો વિભાગ છે. 
 
4. 18 હજાર ગામ રોશન થશે 
 
પીએમે 18 હજાર ગામમાં 31 માર્ચ 2017 સુધી વીજળી પહોંચાડવાનુ વજન આપતા કહ્યુ કે તેમાથી એક વર્ષની અંદર જ સાઢા છ હજાર ગામ સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. તેમણે આહવાન કર્યુ કે એ ગામમાં જાવ જ્યા આઝાદીના આટલા વર્ષો પછી પણ વીજળી પહોંચી નથી. તેમની સાથે ઉર્જા ઉત્સવ ઉજવો. 
 
5. દુકાનો પણ મોડી રાત ખુલશે - મોદી બોલ્યા મૉલની જેમ હવે નાની દુકાનો પણ સાતે દિવસ અને મોડી રાત સુધી ખુલ્લી રહી શકે છે. તેનાથી રોજગારની નવી તકો સર્જાશે. પીએમ બોલ્યા અમારી સરકારનો એક જ મૂળમંત્ર હોવો જોઈએ - વિકાસ. બદલાવ આવી રહ્યો છે ચક્ર ફરી રહ્યુ છે.