શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (14:15 IST)

નેતાઓમાં મોદીનો છે અલગ અંદાજ

ભારતનાં એક રાજકીય નેતાની કલ્પના કરીએ..તો ખાદીનો ઝભ્ભો, સલવાર અને લેધરનાં ચંપલ પહેરેલા એક વૃધ્ધ વ્યક્તિની છબી આપણા માનસપટલ પર ઉપસી આવે..પરંતુ, ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જૂના રાજકીય નેતાઓ કરતા કંઈ જુદી માટીનાં જ બનેલા છે. તેઓ ફેશન પસંદ છે...તેમને સારા અને અવનવા ફેશનેબલ કપડા પહેરવાનો શોખ છે જેને લીધે તેમની છબી અન્ય રાજકારણીઓ કરતા અલગ તરી આવે છે..

P.R

મોદી ક્યારેક લીનનનાં ઝભ્ભામાં તો ક્યારેક સૂટ-બુટમાં નજરે ચડે છે. તેમની આ ખાસિયતને લીધે તેઓ રાજકીય જગતમાં ફેશન આઈકોન બની ગયા છે. મોદીની સ્ટાઈલ અનોખી છે..તેઓ પ્રસંગને અનુરૃપ કપડા પહેરવાનું પસંદ કરે છે..આશ્ચર્યની વાત એ છે કે, તેમને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન તમામ પ્રકારનાં કપડા સૂટ પણ થાય છે..

P.R

નરેન્દ્ર મોદીનાં ડ્રેસ ડિઝાઈનરોને પણ સલામ છે...મોદી હરહંમેશ તસવીરકારોથી ઘેરાયેલા રહે છે...પ્રત્યેક દિવસે તેમના હજારો ફોટોગ્રાફ્સ લેવાતા હોય છે..તેવા સંજોગોમાં તેમના કપડાનું પણ મહત્વ અનેકગણુ વધી જાય છે અને ડ્રેસ ડિઝાઈનરો પોતાનુ કામ બાખુબીથી નિભાવી રહ્યા છે.
P.R

ગુજરાતનાં મુખ્યમંત્રી પદને શોભે તેવા જાજરમાન કપડા પહેરવાનો આગ્રહ નરેન્દ્ર મોદી રાખતા હોય છે...તેમના રાજકીય સલાહકારો પણ આ બાબતને ચિવટતાથી જોતા હોય તેમ લાગે છે..કોઈપણ ફંકશનમાં મોદીનું ડ્રેસિંગ અવ્વલ નંબરનું સાબિત થાય છે..કોઈપણ મોટા પ્રસંગે અન્ય લોકો કરતા તેમના કપડા કંઈજ જુદા અને વિશેષ હોય છે..આ મોદીની ખાસિયત છે અને આધુનિક સમયમાં તમામ રાજકીય નેતાઓએ ફેશનને મામલે મોદીને અનુસરવા જોઈએ તેવી લાગણી અનેક ગુજરાતીઓની છે.