1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (13:24 IST)

પુરમાં 10 લોકોના મોત હજારોનું સ્થળાંતર

flood
Tamil Nadu Rain - તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સર્વત્ર પૂરના પાણી ભરાયા છે.

તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીનાએ જણાવ્યું હતું કે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
 
અહીંના વિવિધ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 20,000 લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે ભારતીય સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
 
અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 160 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ રાહત શિબિરોમાં લગભગ 17000 લોકોને રાખવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને 13500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે.