શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (11:28 IST)

મુંબઈ : કમલા મિલ્સમાં ભીષણ આગ લાગવાથી 15ના મોત, રાષ્ટ્રપતિ અને પીએમે કર્યુ ટ્વીટ

મોડી રાત્રે મુંબઈના કમલા મિલ્સ કંપાઉડ સ્થિત મોજો બિસ્ટ્રો લાઉંજ નામના રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામં 15 લોકોના મોત થઈ ચુક્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. 
 
આ ઘટના પછી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યુ છે. ટ્વીટ કરી લખ્યુ કે મુંબઈમાં આગની ઘટના વિચલિત કરનારી છે. પીડિત પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોને જલ્દી ઠીક થવાની કામના કરે છે. રાહત અને બચાવ કામ કરનારાઓનો આભાર છે. 
 
આગ સૌથી પહેલાં 1-અબવા રેસ્ટોરાંમાં લાગી. તેના વાસ અનેપ્લાસ્ટિકથી બનેલા શેડ સળગી ગયા. આ આગ ફરીથી બીજી બિલ્ડિંગમાં હાજર બે બારો-મોજો અને લંડન ટેક્સીમાં ફેલાઇ. રેસ્ટોરામાં હાજર લોકો વોશરૂમમાં છુપાઇને પોતાને બચાવાની કોશિષ કરવા લાગ્યા અને તેમાં ફસાઇ ગયા. તેમને જવાનો રસ્તો મળ્યો નહીં. મોટાભાગના લોકો વોશરૂમ એરિયામાં મરી ગયા છે. જે લોકો ઉપરના માળામાં ફસાયા હતા તેમને કોઇપણ રીતે બીજી બિલ્ડિંગમાં જવામાં સફળ રહ્યાં જ્યાંથી તેમને ફાયર બ્રિગેડે સ્પેશયલ લેડરના સહારે બચાવ્યા.
 
રાષ્ટ્ર્પતિ કોવિંદ પછી પીએમ મોદી ટ્વીટ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટનાને લઈને ભારે સંવેદના બતાવી છે.