ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (11:25 IST)

પૂર્વમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર શુક્રવારે સવારે જોરદાર ભૂકંપનો આંચકો

બાંગ્લાદેશના ચિટ્ટાગોંગથી 175 કિમી પૂર્વમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર શુક્રવારે સવારે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે.

જો કે કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
 
ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. EMSCની પોસ્ટ અનુસાર કોલકાતા અને ગુવાહાટીના મોટાભાગના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 5:15 વાગ્યે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.