1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (10:28 IST)

વોટિંગ પછી EVM અને કર્મચારીઓને લઈને પરત ફરી રહેલ બસમાં અચાનક લાગી ભયંકર આગ

betul
betul
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા ચરણનુ મતદાન ગયા મંગળવારે 7 મે 2024 ના રોજ સંપન્ન થઈ ચુક્યુ છે. આ ફેજમાં મઘ્યપ્રદેશની પણ 9 સીટો પર વોટિંગ થઈ છે જો કે વોટિંગ સમાપ્ત થયા બાદ રાજ્યના બૈતૂલથી દુર્ઘટની મોટા સમાચાર સામે આવી છે.  ઉલ્લેખનીય છે કે 7 મે  મતદાન પછી ઈવીએમ અને મતદાન કર્મચારીઓને લઈને પરત ફરી રહેલી બસમાં અચાનક આગ લાગી ગઈ. આ બસ બૈતૂલ જીલ્લાના છ મતદાન કેન્દ્રો પરથી મતદાન સામગ્રીને લઈને આવી રહી હતી.  આવો જાણીએ શુ છે પુરો મામલો.  
 
કેવી રીતે લાગી આગ ?

કલેક્ટર નરેન્દ્ર કુમાર સૂર્યવંશી જણાવ્યુ કે જીલ્લાના છ મતદાન કેન્દ્રો પરથી મતદાન સામગ્રી અને કર્મચારીઓને લઈને આ બસ બૈતૂલ આવી રહી હતી. જીલ્લાનાં સાઈખેડા પોલીસ મથકના બિસનૂર અને પૌની ગૌલા ગામ વચ્ચે દુર્ઘટના થઈ. આગ લાગવાની ઘટના રાત્રે લગભગ 11 વાગ્યાની છે. કલેક્ટરે કહ્યુ કે ઘટનાની રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે અને ત્યાથી જેવા આદેશ મળશે તેનુ પાલન કરવામાં આવશે. 
 
ડ્રાઈવરે બસમાંથી કૂદીને જીવ બચાવ્યો 
ક્ષેત્રના કલેક્ટરે માહિતી આપી કે આગ 11 વાગે રાત્રે લાગી હતી. કલેક્ટર અને પોલીસ અધીક્ષક બૈતૂલમાં બસમાં આગ લાગવાના સ્થળ પર તત્કાલ પહોચી ગઈ હતી. ત્યારબાદ બૈતૂલ, મુલતાઈ અને આઠનેરથી ફાયર બિગ્રેડ ઘટના સ્થળ પર પહોચી અને આગ પર કાબૂ કરવામાં આવ્યો.  ફાયર ફાઈટર વાહનોના આવવાની રાહ જોવામાં આગ ભડકી ગઈ અને ફાઈટર વાહનોને આગથી ઓલવવામાં આવ્યા. ડ્રાઈવરે સળગતી બસમાંથી કૂદીને જીવ બચાવ્યો.