એમપીના આગાર માલવામાં કાર નાળામાં ખાબકી, ૩ બાળકો સહીત 8 નાં મોત, માં બગલામુખી મંદિર પાસે દુર્ઘટના
agar malwa accident
અગર માલવા: મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાના નલખેડામાં એક કાર અકસ્માતમાં સંડોવાઈ ગઈ હતી. વરસાદને કારણે ભરાયેલા નાળામાં કાર વહી જતાં ત્રણ બાળકો અને બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા. આ માહિતી ખુદ પોલીસ અધિક્ષક દિલીપ કુમાર સોનીએ આપી હતી.
શું છે આખો મામલો?
એસપી દિલીપ કુમાર સોનીએ જણાવ્યું હતું કે, "આગર માલવા જિલ્લાના નલખેડામાં મા બગલામુખી મંદિર પાસે, ભક્તોને લઈ જતી એક કાર વરસાદથી ભરાયેલા નાળામાં તણાઈ ગઈ હતી, જેમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત આઠ લોકો માર્યા ગયા હતા."
दर्दनाक हादसानलखेड़ा में मां बगलामुखी मंदिर के पास बरसाती नाले में श्रद्धालुओं से भरी कार बह गई। हादसे में 8 लोगों की मौत की खबर, इनमें 3 बच्चे, 2 महिलाएं और 3 पुरुष बताए जा रहे हैं। रेस्क्यू ऑपरेशन जारी है।#AgarMalwa #Nalkheda #Accident @DrMohanYadav51 @SP_AgarMalwa pic.twitter.com/G0tVsYA7bC
— Monu Lodhi (@monu_lodh) September 19, 2026
એસપી દિલીપ કુમાર સોનીએ જણાવ્યું હતું કે, "તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હતા અને ઉજ્જૈનથી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. પ્રારંભિક માહિતી મુજબ, ડ્રાઇવરે જોરદાર પ્રવાહ વચ્ચે નાળાને પાર કરવાનો પ્રયાસ કર્યો હશે, જેના કારણે આ અકસ્માત થયો હશે. વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે."
