શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવીદિલ્હી , શનિવાર, 15 ડિસેમ્બર 2018 (11:43 IST)

મોદીને ઘેરવા માટે મોટી કુરબાની આપશે કોંગ્રેસ

. લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ મોટી કુરબાની આપવા જઈ રહી છે.  કોંગ્રેસ આ ચૂંટણીમાં લગભગ 300 સીટો પર ચૂંટણી લડશે અને તેણે તેમાથી 150 સીટો જીતવાનુ લક્ષ્ય રાખ્યુ છે. કોંગ્રેસ અગાઉની ચૂંટણીમા 464 સીટો પર ચૂંટણી લડી હતી. આ હિસાબથી સહયોગીઓ માટે 164 સીટોની કુરબાની આપશે. 
 
7 રાજ્ય 269 સીટ..90 કોંગ્રેસને 
 
કોંગ્રેસ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કેરલ, કર્ણાટકમાં ક્ષેત્રીય દળો સામે નમીને સમજૂતી કરી શકે છે. આ 4 રાજ્યોમાં લોકસભાની 269 સીટો છે. કોંગ્રેસને તેમાથી 90 સીટો મળવાનુ અનુમાન છે. જ્યારે કે અન્ય 179 સીટો તે પોતાના સહયોગીઓ માટે છોડશે.  એવુ કહેવાય રહ્યુ છેકે ઉત્તર પ્રદેશમાં જો કોંગ્રેસ સપા અને બસપા ગઠબંધનનો ભાગ બ અની તો તેને 80 સીટોમાંથી 7 સીટો મળી શકે છે. જ્યારે કે બિહારમાં પણ મહાગઠબંધન દરમિયાન 15 સીટો પર ચૂંટણી લડતી રહી છે. તમિલનાડુમાં કોંગ્રેસના ડી.એમ.કે  સાથે ગઠબંધન લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. અહી કોંગ્રેસને રાજ્યની 39માથી 8 સીટો મળી શકે છે. જોકે ડી.એમકે એ તેને 5 સીટોની ઓફર આપી  છે.  જ્યારે કે મહારાષ્ટ્રમાં કોંત્રેસ એન.સી.પી સાથે તાલમેલ છે અને રાજ્યની 28 સીટોમાં કોંગ્રેસને 8 સીટો જે.ડી.એસ માટ એ છોડવી પડી શકે છે.  કેરલમાં કોગ્રેસ અગાઉની ચૂંટણી દરમિયાન 15 સીટો પર લડી હતી અને તેનુ કેરલ કોગ્રેસ અન એ અન્ય નાની પાર્ટીઓ સાથે કરાર છે. તેથી અહી કોંગ્રેસ એક વાર ફરી 15 સીટો પર ચૂંટણી લડે શકે છે.