મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (12:57 IST)

ભાજપના કોંગ્રેસ મુક્ત બાવળીયા વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

પાંચ રાજ્યોની ચૂંટણીના જંગ બાદ હવે ગુજરાતમાં જસદણ બેઠક પર લોકોની નજર છે. અહીં ગણતરીના દિવસોમાં જ પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ જસદણ રાજકોટમાં આવી બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નિષ્ફળ છે તો બીજી તરફ કુવરજી બાવળિયા સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ કરી છે. બાવળીયાએ એક ગ્રાન્ટેડ શાળા પર ઝંડા લગાવી બહાર કાર્યાલય ખોલી નાખ્યું છે. ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે રાજકોટમાં ટૂંકુ રોકણ કર્યું હતું અને તેણે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોના પરિણામની અસર જસદણમાં દેખાશે. કોંગ્રેસ તરફી વલણ છે જ, દુષ્કાળની પરિસ્થિતીને પહોંચી વળવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. જે આ પરિણામમાં પણ દેખાશે. બીજી તરફ બાવળિયા અને ભાજપ સામે ત્રણ જેટલી ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમા જસદણના અમરાપુર ગામે આશ્રમશાળામા ભાજપ ઉમેદવારનું કાર્યાલય ચાલે છે જે આચારસંહિતાનો ભંગ હોવાનુ કોંગ્રેસે જણાવ્યું હતું. એ સિવાય બાવળિયા ચૂંટણી જાહેર થયા પછી પણ સમાજ કલ્યાણના લાભાર્થીઓેને ફોર્મ વિતરણ કરી રહ્યાં છે