શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (10:42 IST)

Ayodhya Terror Alert - અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો

સુરક્ષાની દ્રષ્ટિથી અતિસંવેદનશીલ રામનગરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેની ભાળ મળતા જ સુરક્ષા એજંસીઓ અને સરકારના કાફલામાં હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ અયોધ્યાના બધા પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાલાઓ અને મુખ્ય મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસના એકસ્ટ્રા સીઆરપીએફના જવાન અને એટીસનો કાફલો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે.
 
સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ રામ નગરીમાં આતંકી હુમલાના ઈનપુટ મળ્યા બાદ બધા પ્રવેશ માર્ગો પર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. શહેરના બધા પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યુ છે.
સાથે જ સંવેદનશીલ મંદિરો પર સુરક્ષા વધારી દીધી છે
આખા શહેરમાં સીઆરપીએફ અને એટીએસ કાફલાને સક્રિય રાખવામાં આવ્યો છે.
 
 
ઉલ્લેખનીય છે
કે શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રામ નગરીની સુરક્ષા માટે પહેલાથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન શહેરમાં આતંકવાદી હુમલાની ઈનપુટ મળતાં વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. તે જ સમયે, અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની મોટી માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો હોવાનું કહેવાય છે.