Delhi: અરવિંદ કેજરીવાલનુ એલાન - દિલ્હીના બધા વડીલોને મફત અયોધ્યા મોકલશે, 3 ડિસેમ્બરે રવાના થશે પહેલી ટ્રેન
દિલ્હીના સીએમ અરવિંદ (Delhi CM Arvind Kejriwal) કેજરીવાલે બુધવારે કહ્યુ કે તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્હીના વડીલોને મફત અયોધ્યા યાત્રા (Ayodhya Yatra)નુ એલાન કરવામાં આવ્યુ, આ માટે પહેલી ટ્રેન 3 ડિસેમ્બરના રોજ રવાના થશે. કેજરીવાલે કહ્યુ કે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયુ છે અને તમે દિલ્હી સરકારના ઈ પોર્ટલ દ્વારા તેને કરાવી શકો છો. દિલ્હીના સીએમે આગળ કહ્યુ કે યાત્રા હિન્દુ, મુસલમાન, સિખ અને ઈસાઈઓને તીર્થ સ્થળોની યાત્રા કરાવશે.
કેજરીવાલે કહ્યું કે અયોધ્યામાં રામલાલના દર્શન કર્યા પછી મને લાગ્યું કે દિલ્હીના વડીલો માટે પણ રામ મંદિરના દર્શનની વ્યવસ્થા થવી જોઈએ. તાજેતરમાં જ મેં અયોધ્યાને મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પહેલી ટ્રેન 3જી ડિસેમ્બરે રવાના થશે. સીએમએ વધુમાં કહ્યું કે તમે આ યાત્રા માટે દિલ્હી સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી શકો છો.
એક વડીલ સાથે એક અટેંડટ જઈ શકે છે
કેજરીવાલે કહ્યું કે આ યાત્રા વૃદ્ધો માટે બિલકુલ મફત છે અને એક અટેડટને વૃદ્ધ વ્યક્તિની સાથે જવાની છૂટ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે શ્રેષ્ઠ હોટલ અને એસી ટ્રેનની વ્યવસ્થા કરી છે જેથી દિલ્હીના વડીલોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કેજરીવાલે કહ્યું કે જો રજીસ્ટ્રેશન પુરૂ થઈ જાય તો શું થશે તેની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી. અમે બીજી અને ત્રીજી ટ્રેનની વ્યવસ્થા કરીશું અને દરેકને રામલલાના દર્શન કરાવીશું