ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 6 ડિસેમ્બર 2017 (14:37 IST)

બાબરી વિઘ્વંસ પર ફરાહ ખાનનુ લાલકૃષ્ણ અડવાણી પર નિવેદન - ખરાબ કામનુ ફળ પણ ખરાબ જ મળે

અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાને 25 વર્ષ પૂરા થયા પછી આજે (6 ડિસેમ્બર) જૂલરી ડિઝાઈનર ફરાહ અલી ખાને ભાજપાના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પર ટોણો માર્યો છે. મંગળ્વાએરે ટ્વીટ કરીને તેમણે લખ્યુ લાલ કૃષ્ણ અડવની જેમણે અયોધ્યામાં પોતાની યાત્રા દરમિયાન ભારતને વિભાજીત કરવાની દિશામાં આગ લગાવી હતી ત્યારબાદ બાબરી મસ્જિદ તોડી નાખ્યુ.  જેમણે ભારતના પ્રધાનમંત્રી બનવાનુ સપનુ જોયુ હતુ તેઓ આજે કશુ નહી પણ એક વૃદ્ધ માણસ છે અને તૂટેલા સપના સાથે રહે છે.  જ્યારે તમે કંઈક સારુ નથી કરતા.. તો તમારી સાથે પણ  સારુ નથી થતુ #बुरा कर्म।’
 
ફરાહ ખાનના આ ટ્વીટ પર અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. અનેક યૂઝર્સે પોતાના ટ્વીટના સમર્થનમાં ટ્વીટ કર્યુ જ્યારે કેટલાકે વિપક્ષમાં પોતાની વાત મુકી 


 
કુશંગ જોશી લખે છે કે ભારતની ઓળખ રામ અને કૃષ્ણ છે બાબર અને ઔરંગઝેબ નહી.. જે લોકો લુટેરા માટે રામ અને કૃષ્ણને મિથ કહેતા હતા તેઓ આજે પોતાના અસ્તિત્વને બચાવવા તેમના જ મંદિરમા જઈ રહ્યા છે. એક અન્ય ટ્વીટમાં લખવામાં આવ્યુ. કશુ પણ કરવામાં આવે પણ મંદિર તો ત્યા જ બનશે.  રાજીવ લખે છે તમે ભૂલી ગયા અડવાણી ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી પણ હતા. દસ વર્ષ સુધી વિપક્ષના નેતા રહી ચુક્યા છે. 
 
હર્ષનેન અલી લખે છે .. તેઓ ભારતના સૌથી મોટા દુશ્મન છે. હજારો લોકો માર્યા ગયા તેમને કારણે. આ ભારતને પછાત ધાર્મિક રાજ્યના મગજવાળો દેશ બનાવી દે છે.  અનિકેત ગુપ્ત લખે છે.. સાથે સાથે એ લોકો માટે પણ બે મીઠા બોલ બોલી નાખો જે આતંકને છેલ્લા 70 વર્ષથી પંપાળીને પોતાનો રાજનીતિક ફાયદો ઉઠાવી રહ્યા છે.