શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 19 માર્ચ 2020 (18:25 IST)

કેવી રીતે આપવામાં આવે છે ફાંસી ... જાણો 7 ખાસ વાત

ફાંસી સાથે જોડાયેલ કેટલીક એવી વાતો છે જે તમે જરૂર જાણવા માંગશો. યાકૂબને આપવામાં આવેલ ફાંસીના સમયે જેલમાં જે લોકો હાજર હતા તેમાં એડિશનલ ડીજી જેલ મીરા બોરવરકર. જેલ અધિક્ષક યોગેશ દેસાઈ, જેલ ડોક્ટર મેજીસ્ટ્રેટ અને બે હૈગમેનનો સમાવેશ હતો. પણ ફાંસી સાથે જોડાયેલ એવા તથ્ય જે અમે તમને બતાવી રહ્યા છે એ કદાચ તમે નહી જાણતા હોય. તો આવો જાણો અને તમારુ જ્ઞાન વધારો. 
 
આવો જાણીએ ફાંસી સમય શુ શુ થાય છે ? 
 
સવારના જ સમયે ફાંસી કેમ - ફાંસીનો સમય સવાર સવારે એ માટે આપવામાં આવે છે જેથી જેલ મૈન્યુઅલના હેઠળ જેલના બધા કાર્ય સૂર્યોદય પછી જ કરવામાં આવે છે. ફાંસીને કારણે જેલના બાકી કાર્ય પ્રભાવિત ન થાય એ માટે આવુ કરવામાં આવે છે. 
 
ફાંસી પહેલા જલ્લાદ કહે છે - ફાંસી આપતા પહેલા જલ્લાદ બોલે છે કે મને માફ કરવામાં આવે. હિન્દુ ભાઈઓને રામ-રામ, મુસલમાન ભાઈઓને સલામ.. અમે શુ કરી શકીએ છીએ અમે તો હુકુમના ગુલામ છીએ. 
 
કેટલા સમય સુધી ફાંસી પછી લટકી રહે છે શબ - શબને કેટલા મોડા સુધી લટકાવી રાખવુ એ માટે કોઈ સમય નથી. પણ ફાંસીના 10 મિનિટ પછી મેડિકલ ટીમ શબની તપાસ કરે છે. જેવુ આજના કેસમાં બન્યુ. યાકુબને સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવી અને 7.10 વાગ્યે તેને મૃત જાહેર કરાયો. 
 
ફાંસીના સમયે તેમની હાજરી હોવી જરૂરી - ફાંસી આપતી વખતે ત્યા એક્ઝીક્યૂટીવ મેજીસ્ટ્રેટ, જેલ અધીક્ષક અને જલ્લાદની હાજરી ખૂબ જરૂરી છે.  તેમાંથી કોઈને પણ કમીથી ફાંસી નથી થઈ શકતી. 
 
ફાંસીની સજા પછી જજ દ્વારા પેનની નિબ તોડવી - આપણા કાયદામાં ફાંસીની સજા સૌથી મોટી સજા હોય છે. તેથી જજ આ સજાને નક્કી કર્યા પછી પેનની નિબ તોડે છે જેનાથી તેનો ઉપયોગ બીજીવાર ન થઈ શકે. 
 
અંતિમ ઈચ્છામાં શુ થાય છે - જેલ પ્રશાસન ફાંસી પહેલા અંતિમ ઈચ્છા પુછે છે  જે જેલની અંદર અને જેલ મૈન્યુઅલના હેઠળ હોય છે. તેમા તેઓ પોતાના પરિજનને મળવુ, કોઈ ખાસ ડિશ ખાવા માટે કે પછી કોઈ ધર્મ ગ્રંથ વાંચવાની ઈચ્છા કરે છે. જો આ ઈચ્છાઓ જેલ પ્રશાસનના મૈન્યુઅલમાં છે તો તે પુરી કરે છે.