બેંગલુરુઃ ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા

Last Modified શુક્રવાર, 26 નવેમ્બર 2021 (12:31 IST)
બેંગલુરુમાં આંતરરાષ્ટ્રીય બોર્ડિંગ સ્કૂલના 33 વિદ્યાર્થીઓ અને એક કર્મચારી કોરોના (Covid 19) પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, તેણે કોરોના વાયરસની રસીના બંને ડોઝ લીધા હતા
કર્ણાટકના આરોગ્ય વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આ પછી અધિકારીઓએ શાળાના તમામ 297 વિદ્યાર્થીઓ અને 200 સ્ટાફ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવ્યો.


શાળામાં 297 વિદ્યાર્થીઓ અને 200 સ્ટાફ મેમ્બર છે અને તે તમામની પરીક્ષા લેવામાં આવી છે. અમે 174 કોરોના ટેસ્ટના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. બાળકો હાઇસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના છે. 24×7 તાલુકા આરોગ્ય અધિકારી અને સંસ્થાના તબીબી અધિકારી દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે.


આ પણ વાંચો :