મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (09:11 IST)

બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

બરેલીમાં મંગળવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ત્યાં કેન્ટર અને એમ્બ્યુલન્સની ટક્કરમાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.