શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (15:21 IST)

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનુ નિધન, રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક

ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહેલા જગન્નાથ મિશ્રાનુ આજે દિલ્હીમાં નિધન થઈ ગયુ. લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલ જગન્નથ મિશ્રા આજે સવારે લગભગ સાઢા દસ વાગ્યે આ દુનિયા છોડી ગયા.   મિશ્રાના નિધનની માહિતી મળતા જ રાજનીતિક ગલીઓમાં શોકની લહેર દોડી ગઈ છે.   બિહારમાં તેમને ચાહનારા ગમમાં ડુબી ગયા છે. 
 
જગન્નાથ મિશ્રા જમીન સાથે જોડાયેલ નેતા હતા. બિહારની જનતામાં મજબૂત પકડ અને રાજકારણીય દાવ પેચમાં નિપુણ મિશ્રા ત્રણ વાર બિહારના મુખ્યમંત્રી બન્યા. પહેલીવાર વર્ષ 1975માં, બીજીવાર 1980માં અને અંતિમ વાર 1989થી 1990 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા. 
 
તેઓ 90ના દસકામાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા. રાજનીતિમાં આવતા પહેલા જગન્નાથ મિશ્રા લેક્ચર હતા. તેમણે બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના રૂપમાં પણ પોતાની સેવાઓ આપી. અર્થશાસ્ત્રના પ્રોફેસર રહેતા તેમણે 40ના લગભગ રિસર્ચ પેપર તૈયાર કર્યા હતા. 
 
પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાના નિધન પર સીએમ નીતીશ કુમારે શોક પ્રકટ કર્યો છે. સીએમે જગન્નાથ મિશ્રાના નિધાનને બિહારની રાજનીતિમાં એક મોટી ક્ષતિ બતાવી છે. તેમણે બિહારમાં ત્રણ દિવસનો રાજકીય શોકનુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે શ્રી મિશ્રાએ પોતાના રાજનીતિક કેરિયર દરમિયાન બિહારના વિકાસ માટે ઘણુ બધુ કર્યુ હતુ. બિહાર તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોને હંમેશા યાદ રાખશે