1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (09:50 IST)

સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગે થશે અંતિમસંસ્કાર, રૂપાણી સરકાર શોકમાં ડૂબી

sushma swaraj passes away
ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. તેમણે દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે ચાર વાગ્યે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
 
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી આખા દેશમાં શોકની લહેર છે. ભાજપ જ નહીં પરંતુ વિરોધી દળોના નેતા પણ સુષમા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છે. આજે સુષમા સ્વરાજના નિધનથી આખા દેશના દિગ્ગજ નેતાઓમાં શોકની લાગ્ણી વ્યાપી ગઇ છે.
બીજી બાજુ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 7મી ઓગસ્ટનાં એટલે આજે રૂપાણી સરકાર ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરંતુ સુષમા સ્વરાજના નિધનથી ભાજપના ગુજરાતમાં તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે   
 
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી આખા દેશમાં શોકની લહેર છે. ભાજપ જ નહીં પરંતુ વિરોધી દળોના નેતા પણ સુષમા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છે. આજે સુષમા સ્વરાજના નિધનથી આખા દેશના દિગ્ગજ નેતાઓમાં શોકની લાગ્ણી વ્યાપી ગઇ છે
નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં તેઓ વિદેશમંત્રી હતાં, જે બાદ તેમણે ગયા વર્ષે જાહેર કર્યું હતું કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે.
67 વર્ષનાં સુષમા સ્વરાજ 25 વર્ષની ઉંમરે રાજકારણમાં આવ્યાં હતાં. લાલકૃષ્ણ અડવાણી સુષમા સ્વરાજના રાજકીય ગુરુ રહ્યા છે.સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગે થશે અંતિમસંસ્કાર થશે.