શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (20:51 IST)

"પ્રકૃતિ વંદન" કાર્યક્રમ માટે પીએમ મોદીનો સંદેશ

પર્યાવરણ સંરક્ષણ આપણી સંસ્કૃતિનુ આધારભૂત મૂલ્ય છે. પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી 130 કરોડ ભારતીયોના પ્રયાસોની પ્રશંસા કરએ છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનની સફળતા માટે એક સંદેશમાં શ્રી મોદીએ નિરંતર પ્રયાસો માટે જનતા વચ્ચે જાગૃતતા લાવવા માટે સંસ્થાનની સુંદર પહેલની પ્રશંસા કરી છે. આ મુશ્કેલ સમયમાં, આપણે આપણી જૈવિક વિવિધતાને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નો કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
 
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન [HSSF] , [IMCTF] અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રકલ્પ - પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. 
 
માનનીય પ્રધાન મંત્રી - શ્રી નરેન્દ્ર મોદીએ આ સંદેશમાં આ કાર્યની પ્રશંસા કરતા પ્રેરણા માટે આયોજકોને શુભેચ્છા પાઠવી છે. આ "પ્રકૃતિ વંદન"નું આયોજન દેશના 500થી વધુ કેંદ્રો અને વિશ્વ સ્તર પર 25થી વધુ દેશોમાં 30 ઓગસ્ટ 2020 ના સવારે 10 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી પ્રકૃતિ માતા પ્રત્યે શ્રદ્ધા પ્રદર્શિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.  અમે 1 કરોડતથી વધુ ભારતઈય નાગરિકોના આ પ્રકારના અનોખા કાર્યક્રમમાં સામેલ થવાની આશા રાખી રહ્યા છીએ.  નાગરિકોના પોતાના ઘરેથી જ જોડાવાનો આ અપ્રત્યક્ષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ પહેલ પ્રકૃતિ માતા અને ધરતી માતાના પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સન્માન પ્રદર્શિત કરવા માટે છે.  માનનીય પ્રધાન મંત્રીની શુભકામનાઓમાં એ કહ્યુ છે કે HSSF  સનાતન અને વૈશ્વિક મૂલ્યોના પ્રચાર કરવાના પોતાના પ્રયાસો ચાલુ રઆખે. જેના પરિણામ સ્વરૂપ પ્રેમ સદ્દભાવ કરુણા અને ભાઈચારા જેવા મૂલ્યોનો સંદેશ પ્રસારિત થતો રહે. 
 
HSSFની સ્થાપનાનુ ધ્યેય વાક્ય "આત્માનો મોક્ષાર્થ જગત હિતાય ચ"ને આધાર બનાવીને કરવામાં આવી છે. ઋગ્વેદ દ્વારા નિર્દેશિત સૂત્ર 'જિવ જગત ની સેવા - ચેતન હોય કે નિર્જીવ હોય' છે. સનાતન ધર્મના મુખ્ય ચાર સ્તંભોના માધ્યમથી મોક્ષ પ્રાપ્ત કરવાનોમાર્ગ છે. પરિવાર, સમાજ, રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા અને માનવતા. માનવતઆને સમજવી મહત્વપૂર્ણ છે, જે માટે જીવન મૂલ્યોને સમજવા પણ એટલા જ મહત્વપૂર્ણ છે. HSSFએ આ જીવન મૂલ્યોને છ બુનિયાદી વિષયોમાં પરિભાષિત કર્યા છે. (1) વન સંરક્ષણ અને વન્ય જીવનની રક્ષા (2) જીવસુષ્ટિ સંતુલન (3) નિરંતર પર્યાવરણ સંરક્ષણ  (4)માનવીય અને પારિવારિક મૂલ્યો (5) મહિલા સન્માન (6) દેશભક્તિ જાગરણ. 
 
IMCTFની રચના 'ઈસાવાસયમ ઈદમ સર્વમ, યત કિચિંત જગત્યામ જગત'  તેન ત્યત્કેન ભુન્જીતા મા ગ્રુઘા કસ્ય સ્વિદ ધનામ. 'મહાત્મા ગાંધીએ આનો અર્થ સમજાવ્યો છે.  "સર્વસ્વ સજીવ કે નિર્જીવ ઈશ્વરીય રચનાની અભિવ્યક્તિ છે."  પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો પ્રકલ્પ છે જે પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે અને આ કાર્યક્રમ સાથે પણ જોડાયેલો છે.  પાણી, પેડ સંવર્ધન અને પ્લાસ્ટિકનુ ઓછામાં ઓછો ઉપયોગના સિદ્ધાંત પર આ કાર્ય કરી રહ્યો છે. 
 
પ્રકૃતિ સાથે સદ્દભાવમાં જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન અને અનન્ય ભાગ રહ્યો છે. આ પરંપરાગત પદ્ધતિઓ, ધાર્મિક માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, લોકસાહિત્ય, કળા અને હસ્તકલા અને ભારતીય લોકોના દૈનિક જીવનમાં પ્રગટ થયું છે.
 
"પ્રકૃતિ વંદન" આ કાર્યક્રમ આ વાત પર પ્રકાશ નાખે છે કે બ્રહ્માંડની બધી રચનાઓ અંતર-સંબંધિત, અંતર-નિર્ભર અને એકીકૃત છે. કાર્યક્રમ સામાજીક રૂપથી નવા માનદંડોને ધ્યાનમાં રાખતા, એક પ્રતીકાત્મક "પ્રકૃતિ વંદન" કરવા વિશે છે અને શારીરિક અંતર બનાવતા અને માસ્ક પહેરીને કરવાનુ છે. આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના વિવિધ ઉપકરણોના માધ્યમથી જીવંત પ્રસારિત થશે.  આ આશા કરવામાં આવી રહી છે કે  પરિવાર એક જ સમયે ઘરના કે વ્યક્તિગત બગીચા કે સાર્વજનિક બગીચામાં (બધા પ્રકારનુ શારીરિક અંતરના માનદંડોને કાયમ રાખતા અને માસ્ક પહેરીને) "વંદન" કરવાનુ છે. વન્દનના કાર્યક્રમમાં વૃક્ષ વન્દન,  વૃક્ષ આરતી મુખ્ય છે. 
 
નિમ્ન લિખિત અને અનેક લિંકના માધ્યમથી પહેલા જ આ કાર્યક્રમ માટે નોંધણી કરવામાં આવી રહી છે.  
https://forms.gle/riTeZaMefjk9pZZU7 
 
શ્રી મહાવીર જૈન, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના આ કાર્યક્રમના સંયોજક છે. તેઓ બતાવે છે કે - આ સંકટના સમયમાં, જ્યારે અમે નવા સામાન્ય જીવનને ફરીથી સમજી રહ્યા છે, તેવા સમયે પ્રકૃતિ વંદન સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ છે. જે આપણને પ્રકૃતિમાતા સાથે જોડશે. આવો આપણે  બધા મળીને એક નિર્મલ વાતાવરણની રક્ષા કરવા માટે અને પર્યાવરણ અને પરાકૃતિક સંસાધનોને સંરક્ષિત કરવા માટે એક મહાન કાર્ય માટે હાથ મિલાવીએ. જેનાથી આપણે ધરતીમાતાના આશીર્વાદથી સન્માનિત થઈશુ., જેના પરિણામસ્વરૂપ બગડતુ પારિસ્થિતિક સંતુલન ઠીક થતુ જશે. આવો આપણે આપણા પ્રામાણિક પ્રયત્ન શરૂ કરીએ અને તેનુ અમલીકરણ કરીએ. 
 
ધન્યવાદ 
 
મહાવીર જૈન 
 
સંયોજક - "પ્રકૃતિ વંદન" - હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન