બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (00:02 IST)

આજે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી, પ્રથમ વખત શિવસેના-ભાજપ વચ્ચે ટક્કર

મુંબઈના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મંગળવારે બીએમસીની સાથે પૂના અને નાગપુર મહાનગરપાલિકામાં પણ મતદાન થશે. આ વખતનું મતદાન એટલે અલગ રહેશે કે શિવસેના-ભાજપ પ્રથમ વખત અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીના સામે આવશે.
 
મુંબઈમાં 7297 બુથ બનાવવામાં આવ્યા છે. જેમાં 726 બૂથ સંવેદનશીલ છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. 40 હજાર સુરક્ષાકર્મીઓને લગાવવામાં આવ્યા છે. લોકો મતદાન કરે તેના માટે પૂનામાં રેસ્ટોરંટ અને કારની સર્વિસ પર 10થી15 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
મુંબઈમાં BMCની 227 સીટો માટે મતદાન થશે. બીએમસી સહિત મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓમાં મતદાન છે. ચૂંટણી અધિકારીઓએ સંબંધિત મતદાન મથકો ખાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો તથા અન્ય ચૂંટણી સામગ્રીઓ સાથે પહોંચી ગયા છે.. ચૂંટણીનું પરિણામ 23મીના ગુરુવારે જાહેર કરવામાં આવશે.