ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (22:40 IST)

ઉકળતા પાણીની કડાહીમાં સમાધિ લગાવીને બેસ્યો બાળક, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક બાળક ઉકળતા પાણીમાં કડાહીમાં સમાધિ લગાવીને બેસ્યો છે. આ વીડિયો જોવામાં આટલો ખતરનાક લાગી રહ્યો છે તેને જોઈને લોકો ગભરાય ગયા. આટલુ જ નહી લોકોએ તેની હકીકત જાણવની કોશિશ કરી પણ તેઓ સંપૂર્ણ સત્ય જાણી શક્યા નહી  જો કે કેટલાક લોકોએ તેને ફેક પણ બતાવ્યુ છે પણ વીડિયોમાં જે કંઈ દેખાય રહ્યુ છે તે ખૂબ ભયાનક દેખાય રહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયો એક યુઝરે ટ્વિટર પર શેયર કર્યો છે. આ વીડિયો શેયર કરતા યુઝરે લખ્યું કે આ 2021 નું ભારત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક ઉકળતા પાણીમાં સમાધિમાં બેઠું છે અને આ પાણી એક મોટી કઢાઈમાં ભરેલુ છે. કઢાઈની નીચે લાકડા બળતા દેખાય રહ્યા છે. તે બાળકની આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ હાજર છે, બધા તે બાળકને જોઈ રહ્યા છે.
 
આ વીડિયો જોઈને કેટલાક લોકો બાળકના વખાણ કરી રહ્યા છે તો કેટલાકને નવાઈ લાગી રહીછે. જ્યારે બાળક ઉકળતા પાણીમાં હાથ જોડીને આરામથી બેઠો છે, એવુ લાગે છે કે તે કોઈ મંત્રનો જાપ કરી રહ્યો છે. પાણીમાં તેની ચારે બાજુ ફૂલ દેખાય રહ્યા છે અને તપેલીમાં પાણી ખૂબ ઝડપથી ઉકાળી રહ્યું છે. આસપાસના લોકો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. પરંતુ બાળક પર કોઈ અસર થતી નથી.
 
હાલ આ વીડિયો વાયરલ થયા પછીલોકોની પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ  છે. લોકો આ અંગે ખૂબ  ટિપ્પણી કરી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, આ વિડીયો 2019માં પણ વાયરલ થયો હતો અને હવે તે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ સમયે કોઈએ આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો.

કેટલાક લોકો આ વીડિયોને વૈજ્ઞાનિક તર્ક આપી રહ્યા છેકે ગરમ પાણી બાળક સુધી પહોંચતું નથી.  સાથે જ કેટલાક લોકો આ બાળકને ભક્ત પ્રહલાદની જેવો બતાવી રહ્યા છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે આસપાસ ઉભેલા લોકોએ બાળકને આવું કરતા અટકાવવું જોઈએ. અહીં વિડિઓ જુઓ