ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 ઑગસ્ટ 2021 (18:03 IST)

Viral Video: ડીજેવાળાએ ફેવરેટ સોંગ ન વગાડ્યુ, લગ્નમાં રિસાયેલી દુલ્હને મંડપમાં આવવાનો કર્યો ઈંકાર

લગ્ન કોઈપણ યુવતીના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસે તે બધુ જ પોતની મરજીનુ ઈચ્છે છે. આવામાં (wedding viral video) જો તેની એન્ટ્રી સમયે ગીત તેની પસંદગીનુ ન હોય તો શુ થઈ શકે છે ? વિચારશો નહી, કારણ કે સોશિયલ મીડિયા (viral video on social media) પર એક એવી દુલ્હનનો વીડિયો જોરદર વાયરલ થઈ રહ્યો છે, જેની પસંદનુ ગીત ન વાગવાથી તેણે મંડપમાં જ આવવાની ના પાડી દે છે. (upset bride video) 


 
આ વીડિયો સોશિયલ મીડિયા  (viral on social media) પર ખૂબ ચર્ચામાં છે. વીડિયોમાં દુલ્હન મંડમમાં એંટ્રી  (upset bride video) માટે તૈયાર ઉભી છે. અહી તેના ચેહરા પર નારાજગી સ્પષ્ટ દેખાય રહી છે. તેનો ગુસ્સો  ( angry bride video)એ વાત પર ફુટી પડ્યો કે ડીઝે વાલાએ એંટ્રી સમયે તેની પસંદગીનુ ગીત ન વગાડ્યુ. આવામાં નારાજ દુલ્હન મંડમમાં આવવાની જ ના પાડી દે છે. ઈસ્ટાગ્રામ પર વીડિયો શેયર થતા જ ઈંટરનેટ પર છવાય ગયો. આ વીડિયો વુમ્પલાએ પોતાના ઈસ્ટગ્રામ એકાઉંટ પરથી શેયર કર્યો છે. 
 
ડીઝેવાલે બાબૂ પર આગ બબૂલા દુલ્હન 
 
વીડિયોમાં મંડપમાં એંટ્રી માટે તૈયાર ઉભેલી દુલ્હન પોતાને પસંદગીનુ ગીત ન વાગવાથી ગુસ્સામાં દેખાય રહી છે. દુલ્હન નારાજ થતા કહે છે - એ જ લાગશે, મે તેને આટલા દિવસથી કહી રાખ્યુ છે. બીજી બાજુ પાસે ઉભેલા રિલેટિવ્સ દુલ્હનની નારાજગી જોઈને ડીજેવાળાને તેની ફરમાઈશનુ ગીત વગાડવાનુ કહે છે. વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે પણ જુએ છે, હસ્યા વગર નથી રહી શકતા.