બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (21:07 IST)

VIDEO, મહારાષ્ટ્રમાં બુલડોઝરવાળી ચોરી: ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી, પછી એટીએમને ઉખાડી નાખ્યું; મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સ ઉડાવી દીધું

Bulldozer Vs ATM
દેશમાં અનેક રાજ્યોમાં જે બુલડોજરનો ઉપયોગ અપરાધિઓ પર કાર્યવાહી માટે થઈ રહ્યો છે, એ જ બુલડોજરનો ઉપયોગ કરી કેટલાક ચોર એક આખુ એટીએમ ઉખાડીને લઈ ગયા. આ ઘટના મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાની મિરજ તાલુકાની છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામા કેદ થઈ છે, જેમા આગરા ચોક પર લગાવેલા એક્સિસ બેંકના  ATM બૂથનો દરવાજો બુલડોજર દ્વારા તોડતા અને  ATM ​ઉખાડતા જોઈ શકાય છે. 

 
તપાસમાં સામે આવ્યું છે કે ચોરોએ પહેલા પેટ્રોલ પંપમાંથી જેસીબીની ચોરી કરી હતી અને પછી તેની મદદથી એટીએમ તોડી નાખ્યું હતું. તેઓએ આખા એટીએમ રૂમનો પણ નાશ કર્યો. મળતી માહિતી મુજબ ઘટના સમયે ATMમાં 27 લાખ રૂપિયા હતા. જો કે, સાંગલી પોલીસે ગુનાના સ્થળેથી થોડે દૂર કેશ બોક્સ મળી આવ્યા છે. ચોરોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ રોકડ કાઢવામાં સફળ થયા નહીં.
 
ચોરોએ આખુ એટીએમ રૂમ તોડફોડીને વેરવિખેર કરી નાખ્યુ 
ચોરીનું આ વિચિત્ર કૃત્ય જોઈ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. દેશમાં બુલડોઝરની મદદથી એટીએમ ચોરીનો આ પહેલો કિસ્સો છે. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ એટીએમ બૂથમાં પ્રવેશતો દેખાઈ રહ્યો છે. પછી તે બહાર જાય છે. આ પછી, અચાનક જેસીબી સીધા એટીએમ બૂથમાં પ્રવેશતા જોવા મળે છે. આ ઘટનાના કેટલાક કલાકો બાદ પોલીસને આ અંગેની માહિતી મળી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
 
બૂથની બહાર કોઈ ગાર્ડ નહોતો
ખાસ વાત એ છે કે એટીએમ સેન્ટરની બહાર ન તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને ન તો કોઈ ગાર્ડ હતા. વહેલી સવારે રોકડ પણ જમા થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આમાં એવી કોઈ વ્યક્તિનો હાથ છે જેને પૈસા નાખવાની માહિતી હતી. એટીએમ ઉપાડ્યા બાદ આરોપીઓએ બુલડોઝર વડે તેને ત્રણ ભાગમાં તોડી નાખ્યું અને પછી તેમાં રાખેલા કેશ બોક્સને ઉડાવીને ગાયબ થઈ ગયા. પોલીસે સવારે લક્ષ્મી રોડ પરથી મશીન રીકવર કર્યું હતું.