ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (16:11 IST)

Cheetah Helicopter Crash: અરુણાચલમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર થયુ ક્રેશ, પાયલટની શોધ માટે સર્ચ ઓપરેશન

helicopter
Indian Army Helicopter Crashed: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટ (Cheetah Helicopter)અરુણાચલ પ્રદેશના  મંડલા પર્વતીય વિસ્તારની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે.  પાયલટની શોધ માટે સર્ચ ઓપરેશન   (Search Operation) શરૂ કરવામાં આવ્યુ છે.  સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાઈલટ અને કો-પાઈલટ હતા.

 
ગુવાહાટી જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવત(Lt. Col. Mahendra Rawat) એ  પુષ્ટિ કરી કે ઓપરેશનલ સોર્ટી પર ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો.
 
ગયા વર્ષે પણ ક્રેશ થયુ હતુ ચીતા હેલીકોપ્ટર 
 
આ પહેલા વર્ષ 2022માં પણ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટમાંથી એકનું મોત થયું હતું. આસામના તેજપુરમાં સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે તવાંગ નજીકના ફોરવર્ડ વિસ્તારમાં ઉડતું આર્મીનું ચિતા હેલિકોપ્ટર 5 ઓક્ટોબર 2022ના રોજ સવારે 10 વાગ્યે નિયમિત સૉર્ટી દરમિયાન ક્રેશ થયું હતું. બંને પાઈલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એકને બચાવી શકાયો ન હતો. મૃતક પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ હતી.
 
6 વર્ષમાં 18 આર્મી હેલિકોપ્ટર ક્રેશ 
છેલ્લા 6  વર્ષમાં ભારતીય સેનાના 18 હેલિકોપ્ટર એટલે કે ત્રણેય દળો ક્રેશ થયા છે. આ માહિતી રાજ્યના સંરક્ષણ પ્રધાન અજય ભટ્ટે ગયા વર્ષે 17 ડિસેમ્બરે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. 2017 થી 2021 સુધીમાં 15 અકસ્માતો થયા છે. આ પછી વધુ ત્રણ અકસ્માતો થયા છે. આમાંથી બે અકસ્માત વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં જ થયા હતા. આમાં રુદ્ર અને ચિત્તા હેલિકોપ્ટર સામેલ હતા