1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (09:33 IST)

VIDEO : સિક્કિમમાં લ્હોનક તળાવ પર વાદળ ફાટ્યું, તિસ્તા નદીના પૂરમાં સેનાના 23 જવાનો ગુમ

sikkim
sikkim
Lake outburst: ઉત્તર સિક્કિમના લ્હોનક સરોવર પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીના પૂરમાં સેનાના 23 સૈનિકો ગુમ થયા છે. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે  સિક્કિમના ચુંગથાંગમાં લોનાક તળાવ ફાટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સરોવર છલોછલ થવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર ઝડપથી વધવા લાગ્યું અને થોડી જ વારમાં નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તિસ્તામાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે.

 
વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. બાંગ્લાદેશના ગાઝોલ્ડોબા, દોમોહાની, મેખલીગંજ, ઘીશ અને નીચાણવાળા વિસ્તારોને અસર થઈ શકે છે. આ વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મેલીમાં નેશનલ હાઈવે-10 સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સરોવર છલોછલ થવાને કારણે અચાનક પૂરનું જોખમ વધે છે. તેથી, વહીવટીતંત્ર તેના સ્તરે તકેદારી રાખી રહ્યું છે જેથી જાનમાલના નુકસાનને ઘટાડી શકાય. 
 
મળતી માહિતી અનુસાર, લોનક તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરનો ભય છે. તિસ્તા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. વહીવટીતંત્રે આ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.