હિમાચલ - શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યુ, 28 લોકો લાપતા, અત્યાર સુધી એકનુ મોત
હિમાચલ પ્રદેશની રાજઘાની શિમલા અને મંડી જીલ્લામાંથી દુર્ઘટનાના ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહી શિમલા જીલ્લાના રામપુર ક્ષેત્રના સમેજ ખડ્ડ વિસ્તારમાં વાદળ ફાટ્યા છે. આ સાથે જ મંડીના પઘર ઉપમંડળના થલટૂખોડ વિસ્તારમાં પણ વાદળ ફાટવાથી ખૂબ મોટા પ્રમાણમાં તબાહી મચી છે. આ બંને જીલ્લામાં વાદળ ફાટવાથી કુલ 28 લોકો લાપતા થઈ ગયા છે. ઘટનાસ્થળ માટે રેસ્ક્યુ ટીમો મોકલવામાં આવી રહી છે.
શિમલામાં 19 લોકો લાપતા
અપડેટ અનુસાર, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટના બાદ 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. શિમલાના ડેપ્યુટી કમિશનર (DC) અનુપમ કશ્યપે કહ્યું છે કે SDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.
મંડીમાં એકનુ મોત 9 લાપતા
બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડીના પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ અકસ્માતમાં 9 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. તે જ સમયે, એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેનો મૃતદેહ મળી આવ્યો છે. મકાનોને પણ નુકસાન થયું છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને કહ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
જેપી નડ્ડાએ સુખસુને કરી વાત
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનની નોંધ લીધી છે. જેપી નડ્ડાએ હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ સાથે વાત કરી અને સ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ તમામ ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે.