શનિવાર, 12 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 એપ્રિલ 2025 (12:35 IST)

ભોપાલમાં CM ભૂપેન્દ્રભાઈ આપી રહ્યા હતા ભાષણ, અચાનક થયુ કંઈક એવુ, બોલ્યા - આ આપણા હાથમાં નથી

bhupendra patel
bhupendra patel_image source X
Madhya Pradesh News- ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સોમવારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ. તેનાથી સભાગૃહમાં અંધારુ થઈ ગયુ. લગભગ એક મિનિટ વીજળી પરત આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યુ. વીજળી ગુલ થઈ જવાનો વીડિયો સામે આવ્યો છે.  

 
અચાનક જ વીજળી થઈ ગુલ 
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ભોપાલના રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ ત્યા સભાગૃહમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ. જ્યારે લાઈટ પરત આવી ત્યારે સીએમ ભૂપેન્દ પટેલે માઈક ચેક કર્યુ અને કહ્યુ - આપણા હાથમાં શુ છે એ આવા સમયે જાણ થાય છે.  તેમણે કહ્યુ કે ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યા એક ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત.  
 
મુખ્યમંત્રી બોલ્યા પીએમે પડકારોને તકમાં બદલી 

ભોપાલના રવિન્દ્ર ભવનમાં આયોજીત અખિલ ભારતીય ગુજરાતી સમાજના કાર્યક્રમ સદકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતન સીએમ પહોચ્યા હતા. અહી કાર્યક્રમને સંબોધિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આઝાદીના આંદોલનમાં દેશને ગુજરાતે જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના રૂપમાં મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યુ છે. હવે પ્રધાનમંત્રી મોદી પણ દેશને આગળ લઈ જઈ રહ્યા છે. ગુજરાતના ભૌગોલિક પડકારોને જ પ્રધાનમંત્રી મોદીએ તકમાં બદલ્યુ અને રાજ્યને દેશનુ ગ્રોથ એંજિન બનાવ્યુ છે.  આ તેમની કાર્યકુશળતા અને ઈચ્છાશક્તિ છે.