શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 મે 2018 (18:05 IST)

શુ મોદીની 'કોંગ્રેસ મુક્ત' ભવિષ્યવાણી થઈ રહી છે સાચી ? 21 રાજ્યોમાં ભગવા સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનેક અન્ય ભાજપાઈ નેતા 2014ના લોકસભા ચૂંટણીમાં જીત પછી જ ભારતને કોંગ્રેસમુક્ત બનાવવની વાત કહેતા આવ્યા છે. લોકસભાથી વિધાનસભા ચૂંટણી સુધી પંજાબને છોડીને દરેક વખત કોંગ્રેસને હાર આપનારી ભાજપા અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટાભાગે પોતાના ભાષણો સંબોધનોમાં કોંગ્રેસ મુક્ત ભારતની ભવિષ્યવાણી કરતા આવ્યા છે. 
હવે જ્યારે લોકસભા ચૂંટણીમાં ફક્ત એક વર્ષ જ બાકી રહી ગયુ છે અને કર્ણાટકમાં જોડતોડ પછી ભાજપાએ પૂર્ણ બહુમત ન મળતા પણ સરકાર બનાવી જ લીધી. મતલબ અહી પણ કોંગ્રેસે ઉંઘા મોઢે પટકાયુ છે. એ પણ ત્યારે જ્યારે કોંગ્રેસની કમાન યુવા રાહુલ ગાંધીના હાથમાં છે. 
 
જો વર્તમાનની વાત કરીએ તો દેશના 21 રાજ્યોમાં ભાજપા અને તેના સહયોગીઓની સરકાર છે. જયારે કે કોંગ્રેસની સત્તા માત્ર 2 રાજ્યોમાં એક કેન્દ્ર શાસ્તિ પ્રદેશ સુધી સિમટાઈ ગઈ છે. જો જનસંખ્યાના આધાર પર વાત કરીએ તો દેશની લભગ 69 ટકા વસ્તી પર ભાજપા અને તેના સહયોગીઓનુ રાજ છે. બીજી બાજુ કોંગ્રેસની પહોંચ ફક્ત 2.5 ટકા વસ્તી સુધી રહી ગઈ છે. 
 
જો કે એ કહેવુ ઉતાવળ હશે કે ભારત કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યુ છે પણ કોંગ્રેસની ખરાબ હાલતને જોતા આ પ્રકારના સવાલ ઉઠવા જ લાગ્યા છે કે શુ કોંગ્રેસ ભારતમાં ખતમ થઈ રહી છે. આ વર્ષના અંતમાં ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં થનારી ચૂંટણીમાં પણ આ સ્થિતિ રહી તો આ સવાલ ફક્ત સવાલ નહી પણ હકીકત બની જશે.