મંગળવાર, 8 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:37 IST)

એક વાર ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં આવ્યા 43 હજારથી વધારે નવા કેસ

દેશમાં કોરોનાના નવા કેસમાં મોટુ ઉછાળ જોવાયુ છે. ગયા દિવસે એક દિવસમાં સંક્રમણના 43 હજાર 263 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેનાથી ગયા દિવસે આ આંકડો 37 હજારના આસપાસ હતુ. તેમજ ગયા એક દિવસમાં ફરીથી કોરોનાથી સાજા થવાની તીવ્રતા તેના નવા દર્દીઓથી ઓછી રહી છે જેનાથી એક્ટિવ દર્દીઓની સંખ્યાની સાથે ચિંતામાં વધારો થયુ છે પણ કેરળ અત્યારે પણ સૌથી મોટી ચિંતા બનેલી છે. 
 
સ્વાથય મંત્રાલયના તાજા આંકડો મુજબ દેશમાં કોરોનાન કુળ એક્ટિવ કેસ 3 લાખ 93 હજાર 614 પર પહોંચી ગયા છે. આ કેસની કુળ સંખ્યાનો 1.19 ટકા છે. તેમજ રિકવરી રેટ એટલે કે સંક્રમણથી સાજા થવાની દર પણ 97.48 ટકા થઈ ગઈ છે. 
 
ગયા દિવસે કોરોનાથી કુળ 40 હજાર 567 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુળ 3 કરોડ 23 લાખ 4 હજાર 618 દર્દી સાજા થઈ ગયા છે. 
 
છેલ્લા 76 દિવસથી સાપ્તાહિક ચેપ દર 3 ટકાથી નીચે રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી દૈનિક ચેપ દર પણ 3 ટકાથી નીચે છે. રસીકરણની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 71.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.